તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
રામગઢ ગામમાં મધરાત્રે દીપડો આવતા લોકો એકઠા થયા, બીજી બાજુ એક મકાનમાં આગ લાગતાં નાસભાગ
સોમવારે સાંજે ગામમાં દીપડો આવતા વન વિભાગના કર્મીઓ આવ્યા પણ દીપડો નાશી ગયો, ત્યારબાદ રાત્રે બે વાગે દીપડો ફરી આવ્યો : જે ઘરમાં આગ લાગી ત્યાંના મહિલા પણ તાળું મારી દીપડાને જોવા ગયા ત્યાં આખા ઘરનો સામાન આગમાં બળી ગયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં રામગઢ ગામમાં એક તરફ દીપડો આવી ચઢતા ત્યાં લોકો એકઠા થયા હતા ત્યારે બીજી બાજુ ગામના એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ મચી હતી
મળતી માહિતી અનુસાર રામગઢ ગામમાં સોમવારે બપોરે એક દીપડો ગામમાં લટાર મારતાં જોવા મળતા ગ્રામજનોમાં ભય ફેલાયો અને કોઈકે વન વિભાગમાં જાણ કરી ત્યારે વન કર્મીઓ આવ્યા પરંતુ દીપડો ત્યાંથી ચાલ્યો ગયો હતો, ત્યારબાદ આ દીપડો રાત્રે લગભગ બે વાગે ગામના એક ઘરમાં આવી ચઢતા બૂમાબૂમ થઈ અને ગ્રામજનો એકઠા થયા હતા. ત્યારબાદ રાત્રે અંધારામાં પણ રાજપીપળા વન વિભાગની ટીમે આ દીપડાને ઝડપી લેતા ગ્રામજનોને રાહત થઈ હતી..પણ હજુ બીજા બે દીપડા આ તરફ ફરતા હોવાનું ગ્રામજનોનું કહેવું છે ત્યારે વન વિભાગ એને પણ ઝબ્બે કરે તેવી આશા ગ્રામજનો રાખી રહ્યા છે.
એક તરફ દીપડાનો ભય હતો ત્યાં એ જ સમયે ગામની નવીનગરીમા રહેતા ભાવેશભાઈ મનિલાલભાઈ વસાવાના ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી જેમાં બધો સામાન બળી ગયો હતો. આગ લાગતાં સમયે ઘરના માલિક ભાવેશભાઈ તેમની નાઈટ ડ્યુટીમાં હતાં અને તેમના પત્ની ઘરે હોય પરંતુ તેઓ દીપડાને જોવા ઘરને તાળું મારી ને ગયા હતા. તેમનું પાકું મકાન હોવાથી મકાન ને ખાસ નુકશાન થયું નથી પરંતુ ઘરમાં મુકેલા કપડા, અનાજ સહિત નો બધું સામાન આગમાં સ્વાહા થઈ ગયો હતો. પાડોસી એ પાણીની મોટર લગાવી આગ પર પાણી નો છંટકાવ કરતા આગ પર કાબૂ મેળવ્યો હતો.
જાણવા મળ્યા મુજબ જે જે ગામોમાં દીપડા કે કોઈ અન્ય જંગલી પ્રાણી દેખાઈ તે ગામમાં વન વિભાગ પાંજરું ગોઠવી દીપડા ને કેદ કરે, પરંતુ આ પાંજરામાં બકરા નું મારણ મૂકવાનું હોય એ મારણ નો ખર્ચ વન વિભાગ નથી કરી શકતું કેમ કે આવી કોઈ ગ્રાન્ટ તેમને મળતી નથી માટે જે તે ગામના લોકો કે પંચાયતમાંથી આ ખર્ચ કરવો પડે છે. ત્યારે અમુક ગામોમાં પંચાયત કે લોકો આ ખર્ચ વેઠી નથી શકતા માટે દીપડાનો આતંક રહેતો હોય છે. તો વન વિભાગે આ માટે અલગ આયોજન કરવું જોઈએ
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
