તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
ભાદરવા ગામથી પોલીસે અંગ્રેજી દારૂના મુદ્દામાલ સાથે એકને ઝડપી, બે વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા ના ભાદરવા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે અંગ્રેજી દારૂ સાથે એક વ્યક્તિને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે
મળતી માહિતી અનુસાર તિલકવાડા પોલીસ ચેકીંગ માં હતી એ દરમિયાન અજીતભાઇ નટવરભાઇ વસાવા (રહે. રેંગણ નિશાળ ફળીયુ તા. તિલકવાડા જી.નર્મદા) નાઓએ મુન્નાભાઇ ઉર્ફે મુન્નો ખુશાલભાઇ ડુ.ભીલ( હાલ રહે.ઇન્દ્રમાં તા. તિલકવાડા જી.નર્મદા મૂળ રહે.કુકરદા તા.નસવાડી જી.છોટાઉદેપુર) નાઓ પાસેથી ગે.કા. અંગ્રેજી દારૂના કાચના ક્વાટર કુલ નંગ ૧૫ જેની કિ.રૂ. ૧,૫૦૦ તથા (૨) પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ ૨૮ કિ.રૂ.૨,૮૦૦ તથા (૩) બિયર કુલ નંગ ૧૨ કિ.રૂ. ૧,૨૦૦ નો મળી કુલ કિ.રૂ.૫,૫૦૦ નો મુદ્દામાલ મંગાવી ભાદરવા ગામના બસ સ્ટેન્ડ પાસે વેચાણ કરવાના ઇરાદે રાખી તેમજ અંગ ઝડતી દરમ્યાન એક મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦ નો મળી કુલ કિ.રૂ.૧૦,૫૦૦ સાથે અજિત વસાવા પકડાઇ જતાં તિલકવાડા પોલીસે અજિત વસાવા અને મુન્ના ડું. ભીલ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
