તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
રાજપીપળા કસ્બાવાડ ચોકના ખરાબ રસ્તા પર રાહદારીઓ વારંવાર પડતાં જોખમ : રસ્તો બનાવવા માંગ
સવારે પણ એક મહિલા ખરાબ રસ્તો અને વરસાદના કારણે પટકાયા, સદનસીબે કોઈ ઇજા થઈ નથી:આખા ગામમાં પાલિકા તંત્ર એ રસ્તા બનાવ્યા તો કસ્બાવાડના રસ્તા માટે કેમ ઓરમાયું વર્તન કરાઈ છે..?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા શહેર માં ઘણા વિકાસના કામો થયા અને હજુ થાય છે પરંતુ કેટલાક મુસ્લિમ વિસ્તારો સાથે તંત્ર ઓરમાયું વર્તન કરતુ હોય એમ લાગી રહ્યું છે. જેમાં ખાસ કરીને કસ્બાવાડ વિસ્તારમાં લાંબા સમય બાદ પીવાના પાણીની સમસ્યા હલ કરી અને હવે ત્યાંના રસ્તા બાબતે તંત્ર આળસ ખંખેરતું નથી.
રાજપીપળાના કસ્બાવાડ વિસ્તારમાં મોટાભાગના મુસ્લિમ લોકોની વસતી છે અને આવા વિસ્તારો માં તંત્ર કોઈપણ વિકાસ કે જરૂરી કામો ઝડપથી કરતુ નથી જેમાં ખાસ કરીને ઘણા લાંબા સમયથી ફરિયાદ કર્યા બાદ પાણીનો પ્રશ્ન હલ થયો ત્યારે ગામમાં રસ્તા બન્યા છતાં આ કસ્બાવાડ વિસ્તારના રસ્તા હજુ એકદમ ખરાબ હાલત માં હોય કસ્બાવાડ ચોકમાં દરરોજ ઘણા રાહદારીઓ પડતાં જોવા મળે છે જેમાં મંગળવારે પણ એક મહિલા ખરાબ રસ્તા ના કારણે રોડ ઉપર પડી જતાં સ્થાનિકો એ તેમને ઊભા કરી ઓટલા પર બેસાડ્યા હતા. સદનસીબે આ મહિલા ને કોઈ ખાસ ઇજા થઇ નથી.
રાજપીપળા વોર્ડ નંબર ૧ ના સભ્યોને વારંવાર કહેવા છતા આ રસ્તો બનતો નથી, આખા ગામના રસ્તા, ગલીઓ આરસીસીની બની ગઈ પરંતુ કસ્બાવાડ વિસ્તાર માં કેમ કામગીરી થતી નથી તેમ સ્થાનિકો નું કહેવું છે.
આ મુદ્દે વોર્ડ નંબર.૧ ના પાલિકા સદસ્ય મંજુરઈલાહી યુસુફ સોલંકી (લાલુ) નાઓએ જણાવ્યું કે આ રસ્તા માટે મે પાલિકામાં જાણ કરી જ છે પરંતુ વરસાદ પડતો હોવાથી કામગીરી થઈ શકી નથી આજે પણ હું પાલિકાના એન્જિનિયર ને મળી આવ્યો છું એક બે દિવસમાં રસ્તાની કામગીરી ચાલુ થઇ જશે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
