તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
આમદલા ગામમા પૂરતી વીજળી આપવા બાબતે ગ્રામજનોએ ગરુડેશ્વર વીજ કંપનીમાં કરી રજૂઆત
આમદલા ગામની જમીન અમે સબસ્ટેશન બનાવવા માટે આપી હોવા છતા પણ ગામને ૨૪ કલાક પુરી વીજળી મળતી નથી: ગામના સબ સ્ટેશનમાંથી આસપાસના ગામડાઓ, પોલીસ લાઇન, ટેન્ટ સિટી, ભારત ભવન અને સર્કિટ હાઉસ માં ૨૪ કલાક પુરે પુરી વીજળી મળે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના આમદલા ગામમાં પૂરતી વીજળી આપવા બાબતે ગ્રામજનો એ NSUI ના જિલ્લા પ્રમુખ તેજસભાઇ તડવીની આગેવાનીમાં ગરુડેશ્વર વીજ કંપનીના અધિકારી ને લેખિત રજૂઆત કરી છે
ગ્રામજનોએ તેમની રજૂઆત માં જણાવ્યા મુજબ આમદલા ગ્રામપંચાયતની ગોચર જમીન પર વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૦ ની સાલમાં સબસ્ટેશન બનાવેલ છે. આ સબસ્ટેશન ના નીર્માણ થી અમારા ગામમાં એક ખુશી નો માહોલ હતો કે ગામમાં પુરતા પ્રમાણમાં વીજળી મળશે પરંતુ ઘણા દુ:ખ સાથે અમે ગામ લોકો આપને જણાવી રહ્યા છે કે ઘણા સમયથી અમારા ગામમાં પુરતા પ્રમાણ માં વીજળી મળતી નથી અને વોલ્ટેજ અનીયમીત પણે વધતા ઘટતા જાય છે જેનાથી વીજળીથી ચાલતા સાધનોને પણ નૂક્શાન થાય છે અને ખાસ સાંજનાં સમયે તેમજ રાત્રી નાં સમયે વીજ પ્રવાહ બંધ કરી દેવામાં આવતો હોય છે જેનાં કરણે ગામ લોકો ને અન્યાય થઇ રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે કરણ કે બીજી બાજુ સબસ્ટેશન નો પાવર આસપાસ ના ગામડાઓ માં તેમજ પોલીસ લાઇન, ટેન્ટ સિટી, ભારત ભવન અને સર્કિટ હાઉસમાં ૨૪ કલાક પુરે પુરી વીજળી મળતી હોય તો અમારા આમદલા ગામની જમીન અમે સબસ્ટેશન બનાવવા માટે આપી હોવા છતા પણ અમારા ગામને ૨૪ કલાક પુરી વીજળી મળતી નથી તો આપને જણાવવાનુ કે અમે અમારા ગામની કીમતી જમીન જી.ઇ.બી ને આપી છે તો આપ અમારી આ રજૂઆત ને ધ્યાનમાં રાખી અને અમારા આમદલા ગામને પણ ૨૪ કલાક અને પુરતી વિજળી મળી રહે તેવી વ્યવસ્થા કરી આપવા વિનંતી છે.
આમારી આ સમસ્યાનુ સમાધાન 5 થી 6 દિવસમા થાય એવી અમારી માંગણી છે, અમારી આ માંગણી મુજબ કર્યવાહિ કરવામાં નહિ આવે તો ગામમાં કોઇ બનાવ બને જેની કોઇ પણ જવાબદારી અમારી રહેશે નહિ તેવી ચીમકી પણ રજૂઆતમાં ઉચ્ચારી છે
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
