<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

દાહોદના લીમડી પંથકમાં ધોધમાર વરસાદ શરુ: અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા

અમદાવાદ : રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઇ છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તરબોળ કર્યા બાદ મેઘરાજાએ ઉત્તર ગુજરાતને પણ ઘમરોળ્યું હતું, દરમિયાન દાહોદના લીમડી પંથકમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. લીમડીમા ભારે પવન સાથે વરસાદ શરુ થયો છે. વરસાદના પગલે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. વિશ્વકર્મા 2 સોયાયટી, શિવ નગર સોસાયટી સહીતના વિસ્તારમાં પાણી ભરાયા છે. પ્રિમોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

(11:59 AM IST)