News of Wednesday, 3rd July 2024
મેઘરાજાની ધીમી ચાલ :સવારે 6થી 10 વાગ્યા સુધીમાં માત્ર 24 તાલુકામાં વરસાદ: બાલાસિનોરમાં અડધો ઈંચ વરસ્યો
અરવલ્લીમાં 9 એમએમ, બનાસકાંઠાના વડગામ અને ભરૂચમાં 6 એમએમ વરસાદ નોંધાયો

અમદાવાદ : રાજ્યના તંત્ર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ગત 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ લાખણીમાં 10 ઈંચ વરસાદ પડ્યો હતો. ત્યારબાદ મહેસાણામાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો.
દરમિયાન સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને સવારે 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 24 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે મહિસાગરના બાલાસિનોરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. અરવલ્લીમાં 9 એમએમ, બનાસકાંઠાના વડગામ અને ભરૂચમાં 6 એમએમ વરસાદ નોંધાયો હતો.
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા બુધવારના વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને સવારના 8 વાગ્યા સુધીના બે કલાકમાં 20 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ મહિસાગરના બાલાસિનોરમાં અડધો ઈંચ નોંધાયો હતો. અહીં વાંચો બે કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો.હતો
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
