News of Wednesday, 3rd July 2024
ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ: સૌથી વધારે વરસાદ લાખણીમાં 10 ઈંચ ખાબક્યો
લાખણી તાલુકામાં જળબંબાકાર કરી દીધું:નળાબેટ રણ દરિયામાં ફેરવાયું : મહેસાણામાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો : સવારે ચાર કલાકમાં વધુ 24 તાલુકામાં વરસાદ

અમદાવાદ : રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઇ છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તરબોળ કર્યા બાદ મેઘરાજાએ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી.બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. લાખણી તાલુકામાં જળબંબાકાર કરી દીધું હતું જ્યારે નળાબેટ રણ દરિયામાં ફેરવાયું હતું.
તંત્ર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ લાખણીમાં 10 ઈંચ વરસાદ પડ્યો હતો. ત્યારબાદ મહેસાણામાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને સવારે 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 24 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે મહિસાગરના બાલાસિનોરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. અરવલ્લીમાં 9 એમએમ, બનાસકાંઠાના વડગામ અને ભરૂચમાં 6 એમએમ વરસાદ નોંધાયો હતો.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
