<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં 10 હજારો શિક્ષકોની ભરતી કરશે

ટેટ -1 અને 2ના પાસ કરેલા ઉમેદવારનો સૌથી મોટા લાભ મળશે. :શિક્ષણ વિભાગ દ્વારા આખરી મંજૂરી આપશે

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂક સમયમાં શિક્ષકોને 10 હજાર જેટલી મોટી ભરતી કરવામાં આવશે. તેવામાં તેમાં ટેટ -1 અને 2ના પાસ કરેલા ઉમેદવારનો સૌથી મોટા લાભ મળશે.
ગુજરતા રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને લઈને સૌથી મોટી જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. જેમાં શિક્ષકોનો 10 હજાર ભરતી કરવામાં આવશે. જેથી જે સરકારી સ્કૂલોમાં શિક્ષકોની અછત છે તે જગ્યા પુરવાની ગુજરાત સરકાર દ્વારા પુરી પાડશે. અને પ્રાથમિક શાળાઓમાં 10 હજાર શિક્ષકો ભરતી કરશે. આ ભરતીમાં શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ચર્ચા વિચારણા ચાલી રહી છે.
શિક્ષકોની ભરતીમાં ટાટ – 2 અને 2ના પાસ થયેલા ઉમેદવારોને લાભ મળી શકે છે. તેવામાં ટેટ પાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખુબ જ ઓછી છે. તેવામાં અંતિમ ફેસલો શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે.

(1:22 PM IST)