<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

અમદાવાદના પાલડીમાં વર્ધમાન ફલેટમાં બે માળની સીડી ધારાશાયી થતા 16 લોકોને બચાવામાં આવ્યા

ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચીને લોકોને બચાવાની કામગીરી કરી

અમદાવાદમાં કાલે રાત્રે 10-30 વાગ્યે પાલડી એક ફલેટમાં બે માળની સીડી તૂટી પડતા ત્યાના સ્થાનિક લોકોને ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવામાં  આવ્યા હતા. કોઈ જાનહાની નથી.
અમદાવાદમાં વરસાદ થોડા દિવસથી પડી રહ્યો છે. તેવામાં કાલે રાત્રે પાલડીમાં આવેલા વર્ધમાન ફલેટમાં બે માળની સીડી અચાનક ધારાશાયી થતા ફલેટમાં રહેતા લોકોને જીવ જોખમમાં મુકાયો હતો. તેવામાં તાત્કાલિક ફાયર વિભાગ દ્વાર જાણ કરતા ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચીને લોકોને બચાવાની કામગીરી કરી હતી. તેવામાં 16 લોકોને બચાવની લેવામાં આવ્યા હતા.
વરસાદના કારણે ફલેટની સીડી ધારાશાયી થતા લોકોમાં ડરનો માહોલ  જોવા મળી રહ્યો હતો. વર્ધમાન ફલેટ વર્ષો જુનો હોવાનું અનુમાન લગાવાવમાં આવે છે. જેના કારણે સીડી વરસાદના કારણે પડી હતી તેવું અનુમાન લગાવામાં આવે છે.

(1:22 PM IST)