<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

બોરસદ કચરામાંથી મળેલા EVMની ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ: ચોરી કર્યા બાદ કચરાના ઢગલામાં ફેંકી દીધા !!!

ચૂંટણી પૂર્ણ થયાના 6 મહિનામાં EVM વેરહાઉસમાં જમા કરાવવાનો નિયમ છતાં 6 વર્ષ સુધી જમા નહોતા કરાવ્યા :કચરાના ઢગમાંથી મળેલા બે બેલેટ યુનિટ 2018ની અમિયાદ ગ્રામ પંચાયત પેટા ચૂંટણીના કામે વોર્ડ નં.9માં વપરાયા હતા

આણંદના બોરસદમાં કચરામાંથી EVM મશીન મળી આવવાના મુદ્દે ખુલાસો થયો છે. જૂની મામલતદાર કચેરીની કસ્બા તલાટી ઓફિસમાં EVM મુકવામાં આવ્યા હતા. કોઇ અજાણ્યા શખ્સે કસ્બા તલાટી ઓફિસની જાળી તોડી EVMની ચોરી કરી હતી.EVM ચોરી કર્યા બાદ અજાણ્યા શખ્સે ચોરી કરેલા EVM કચરાના ઢગલામાં ફેંકી દીધા હતા.

  ચૂંટણી પૂર્ણ થયાના 6 મહિનામાં EVM વેરહાઉસમાં જમા કરાવવાનો છે નિયમ . તંત્ર દ્વારા 6 વર્ષ સુધી EVM જમા જ નહોતા કરાવ્યા. જે તે સમયના ચૂંટણીમાં રોકાયેલા અધિકારીઓએ લાલીયાવાડી દાખવી હોવાનું સામે આવ્યું છે.

  અધિકારીઓએ EVM બેલેટમશીન કબાડામાં મૂકી રાખ્યા. વેર હાઉસમાં ફરજ બજાવતાં કર્મચારીઓએ પણ EVM મશીન યાદ કર્યા ન હતા. આ સમગ્ર મામલે પોલીસે ડોગ સ્ક્વોર્ડની મદદથી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

  બોરસદ ખાતે કચરાંના ઢગમાંથી મળેલા બે બેલેટ યુનિટ 2018ની અમિયાદ ગ્રામ પંચાયત પેટા ચૂંટણીના કામે વોર્ડ નં.9માં વપરાયા હતા. આ સમગ્ર મામલે કલેક્ટરે તપાસના આદેશ કરતા બોરસદ પ્રાંત અધિકારીએ બંને બેલેટ યુનિટ કબ્જે લઈ બોરસદ શહેરના પીઆઈને તપાસ કરી રીપોર્ટ આપવા સૂચના આપી હતી. સાથે સાથે જિલ્લા કલેક્ટરે ચૂંટણી વખતે ફરજ પરના અધિકારી અને કર્મચારીની વિગતો લઈ તેમને કારણદર્શક નોટિસ પાઠવી ઉચ્ચકક્ષાએ રીપોર્ટ કર્યો હતો.

(1:55 PM IST)