News of Wednesday, 3rd July 2024
ભારે વરસાદ ખાબકતા પોરબંદર, જૂનાગઢનો ઘેડ પંથક અને હવે બનાસકાંઠાના ગામડાઓમાં પણ જળબંબાકાર
બનાસકાંઠાના લાખણીમાં ખેતરોમાં 4-4 ફૂટ પાણી ભરાવાને કારણે પાકને મોટાપાયે નુકસાનની ભીતિ: ઘેડ પંથકના 25 જેટલા ગામો પાણીના પ્રવાહથી તરબોળ: જમીન ધોવાઈ ગઈ : વરસાદી પાણી ભરાતા સર્જાયેલી તારાજીના દ્રશ્યો: અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા

અમદાવાદ :રાજ્યમાં એક સમયે ચોમાસું નવસારીથી આગળ ન વધતા ચિંતાનો માહોલ સર્જાયો હતો અને હવે સમગ્ર રાજ્યમાં ચોમાસું એવું જામ્યું છે કે ફરી ચિંતાનો માહોલ સર્જાયો છે. બનાસકાંઠાના લાખણી પંથકમાં 10 ઈંચ વરસાદ પડતાં તારાજી સર્જાઈ છે
લાખણીના આગથળા ગામ નજીકના ખેતરોમાં પાણી ઘૂસી જતાં ખેડૂતોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો...10 ઈંચ વરસાદથી ખેતરોમાં 4 ફૂટ પાણી ભરાઈ ગયા...વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતાં પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે
પોરબંદર ઘેડ પંથકના 25 જેટલા ગામો પાણીના પ્રવાહથી તરબોળ બન્યા છે...રાતીયા ગામની હજારો વિઘા જમીન ઉપરવાસના પાણીથી ધોવાઇ ગઈ છે
ઓઝત,ભાદર અને મીણસાર નદીના પાણી રાતીયા ગામના ખેતરોમાંથી પસાર થઈ સમુદ્રમાં વહી રહ્યા છે....જૂનાગઢના મેંદરડા અને કેશોદ તાલુકામાં ભારે વરસાદ પડતા ચો મેર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે
જુનાગઢના કેશોદમાં ઘેડ પંથકમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે....ધોધમાર વરસેલા વરસાદે તારાજી સર્જી છે.ત્યારે વરસાદી પાણી ભરાતા સર્જાયેલી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે...હજારો વિઘા ખેતીની જમીનો ઉપર પાણી ફરી વળ્યા છે
જુનાગઢના કેશોદમાં ઘેડ પંથકમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે....ધોધમાર વરસેલા વરસાદે તારાજી સર્જી છે.ત્યારે વરસાદી પાણી ભરાતા સર્જાયેલી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે...હજારો વિઘા ખેતીની જમીનો ઉપર પાણી ફરી વળ્યા છે.
ઘેડ પંથકમાં ઓઝત નદી કાંઠે સૌથી વધુ અસરગ્રસ્ત બનતાં બામણાસા ઘેડ ગામના દ્રશ્યો જોઇને તારાજીનો અંદાજ લગાવી શકાય છે..સરકારની સિંચાઈ વિભાગની સામાન્ય ભુલના કારણે 1 કરોડના ખર્ચે બનેલાં પાળો તૂટતાં ખેડૂતોની હજારો વિઘા જમીન બરબાદ થઇ છે...બામણાસા સહિત આસપાસના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
