News of Wednesday, 3rd July 2024
૩૦ કરોડ જેવો દલ્લો કેવી રીતે ઝડપથી જપ્ત થાય? ટોચના કાનૂની નિષ્ણાતો સાથે રાજ્ય સરકારની વિચારણા શરૂ
૧૮ કરોડનો દલ્લો સાગઠિયાની ટ્રેઝરીમાંથી રાજકોટની સરકારી ટ્રેઝરીમાં વિધવત રીતે એસીબી દ્વારા જમા ચકચારી મામલો દિલ્હી પહોચી ગયો, ઇડીની સ્પેશ્યલ ટીમ રાજકોટ તુરંત મોકલવા નિર્ણયઃઇડી મિલકત જપ્ત કરે તે પહેલાં ગુજરાત સરકારે મિલકત જપ્ત કરવા તુરંત ચાર્જશીટ કરવા તજજ્ઞોના અભિપ્રાય, જોકે એસીબી વડા પણ તુરંત ફૂલપ્રૂફ ચાર્જશીટ માટે ઞઇ કાલે મહત્વની બેઠક કર્યાંની જોરદાર ચર્ચાઓ

રાજકોટ, તા.૩: ગુજરાતના લાંચ રૂશ્વત વિરોધી વિભાગના ઇતિહાસમાં કદી ન મળ્યા હોય તેટલી રકમ જેલમાં બંધ મનસુખ સાગઠીયા પાસેથી મળી આવ્યાના પગલે આ રકમ રાજ્ય સરકાર કેવી રીતે જપ્ત થાય તે માટે કાનૂની તજજ્ઞ જેવા લીગલ એડવાયઝરો સાથે ગાંધીનગરમાં ભારે ગુપ્તતાપૂર્વક મંત્રણાઓ ચાલી રહ્યાનું સચિવાલયના વિશ્વશનીય સુત્રોમાંથી નિર્દેશ મળી રહ્યા છે, મિલકત જપ્તી માટે ઝડપથી ચાર્જશીટ થવું કાયદાકીય રીતે જરૂરી હોવાથી આવું ફૂલપ્રૂફ ચાર્જશીટ પૂરતા પુરાવા સાથે ત્યાર કરવા માટેની સૂચના એસીબીને આપી દીધાનું સૂત્રો જણાવે છે.
રીંગ રોડ પર આવેલ ટવીન સ્ટાર ઓફિસ કે જે મનસુખ સાંગઠીયાનાં ભાઈના નામે છે તે ઓફિસ ખોલવા માટે ખાસ પાસ વર્ડ હોવાની માહિતી એસીબી વડા શમશેરસિંઘ પાસે પાસે આવતા તે બાબતે એસીબી હેડ ક્વાટર દ્વારા આ બાબતે ચકાસણી કરવામાં આવતાં આ બાબતને સમર્થન મળેલ, ક્રાઇમ બ્રાન્ચ કે એસીબી હસ્તક લાગેલ સિલ કોઈ તોડે નહિ તે માટે પણ ગોઠવણ કરવામાં આવેલ.
ACB વડા શમશેર સિંઘ આ ઓફિસ જેમના નામે હતી તેવા મનસુખ સાગઠિ યાંનાં ભાઈને પણ સાથે રાખી ખોલવા ઈચ્છતી હતી , જેને કારણે ACB સામે કોઈ પ્રશ્ન ન ઉઠે, ઓફીસ અંગેની ચર્ચા ઠંડી પડતા જ ગાંધીનગરનાં મદદનીશ નિયામકને રાજકોટ પોહચી કાર્યવાહી કરવા અને મદદમાં રાજકોટ રીજીયન સ્ટાફને પણ રાજકોટ કોઈ બાબતે ફોડ પાડ્યા વગર તેડાવી લીધેલ.
દરમિયાન દિલ્હીના ટોચના સૂત્રોના કથન મુજબ મનસુખ સાંગઠિયાની અપ્રમાણસર મિલકત ૩૦ કરોડ સુધી પહોંચવાના પગલે પગલે રાજકોટનાં આ હોટ ટોપિક મામલામાં ઇડીનુ તુરંત આગમન થય રહેલ છે, અત્રે એ યાદ રહે કે ઇડી પાસે મિલકત જપ્તી અંગેના વિશાળ પાવર છે, હવે જોવાનું એ રહે છે કે આ મિલકત જપ્ત કોણ કરશે? ઈડી કે ગાંધીનગર? દરમિયાન એસીબી દ્વારા આ તમામ રકમ સાગઠીયાની તિજોરીમાંથી સરકારની તિજોરીમાં જમાં કરવામાં આવેલ છે.
અત્રે એ યાદ રહે કે રાજકોટ એસીબી યુનિટ દ્વારા આ પહેલા ૧૦,૬૬,૧૫,૯૬૪ ની હવે વધુ ૧૮ કરોડ કે જેમાં ૧૫ કરોડનું ૨૨ કિલો સોનું, ૨ લાખની ચાંદી ,૮ લાખની ડાયમંડ જ્વેલરી,૧.૮૨ લાખની ભારતીય ચલણી નોટો અને ૧ લાખના સોનાના પટાવાળી બે ઘડિયાળ મળી છે, જે હવે જમાં થયેલ છે.(
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
