<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

કાંસાવાલા પરિવારની યશવીનું આરંગેત્રમ નૃત્‍યુ : નીતિન પટેલ સહિતના કલાના ચાહકો મંત્રમુગ્‍ધ

ભૈરવી હેમંત પાસેથી શીખેલી કલા ખીલી ઉઠી અમદાવાદમાં કાંસાવાલા પરિવારની દીકરી યશવીના નૃત્‍યોત્‍સવ પ્રસંગે નીતિન પટેલ, જોરાવરસિંહ જાદવ, ઉત્‍સવ પરમાર, ભૈરવી હેમંત વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

રાજકોટ, તા. ૩ : અમદાવાદ શહેરમાં કલાસીકલ ડાન્‍સ માટે  જાણીતી નળતિ સંસ્‍થામાં નાની ઉંમરે જ શહેરના જાણીતા કાસાવાલા ફેમીલીની પુત્રી કુમારી યશવી એ ભરતનાટ્‍ચમ ની સઘન તાલીમ  લઈ રહી હતી. ગુરૂમાતા ભૈરવી હેંમતના હાથ નીચે તાલીમ લેતી યશવીનો અરંગેત્રમનો કાર્યક્રમ તાજેતરમાં શહેરના દિનેશ હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મુખ્‍ય મહેમાન પદે રાજયના પુર્વ નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલ તથા પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ તથા અતિથિ વિશેષ તરીકે દુરદર્શનના ડેપ્‍યુટી ડાયરેકટર ઉત્‍સવ પરમાર હાજર રહયા હતા.

કાંસાવાલા ફેમિલીમાં અમિતભાઈ પટેલ અને ભુમિબેન પટેલની પુત્રી યશવી પટેલ નાનપણથી જ સાંસ્‍કળતિક પ્રવળતિમાં રૂચી ધરાવતી હતી  પરિણામે પરિવારજનોએ યશવીને અમદાવાદ શહેરની જાણીતી અને આંબાવાડી, શાહીબાગ, સાબરમતી અને સેટેલાઈટ વિસ્‍તારમાં શાખા ધરાવતી નળતિ સંસ્‍થામાં આરંગેત્રમ નળત્‍ય શીખવા માટે પ્રવેશ અપાવ્‍યો હતો. સંસ્‍થામાં તેના ગુરૂ તરીકે ભૈરવી હેમંતભાઈ હતા

કાસાવાલા પરિવારે યશવીનો આરંગેત્રમનો કાર્યક્રમ યોજવા માટે નિર્ણય કર્યો હતો. દાદા પ્રવિણભાઈ પટેલ સહિત તમામ પરિવારજનોએ અમેરિકા થી ૨૦ જેટલા કુટુંબીજનો મિત્રો સાથે જોવા આવ્‍યા હતા. આશ્રમ રોડ પર દિનેશ હોલ ખાતે તા.૩  રવિવારે યશવીનો અરંગેત્રમનો કાર્યક્રમ યોજાયો હતો.

 સંસ્‍થાના આચાર્ય કુમારી ભક્‍તિ વી. પંડ્‍યાએ યશવીની મહેનતને બિરદાવી હતી. યશવીની વિવિધ મુદ્રાઓથી ઉપસ્‍થિત સૌ કોઈ મંત્રમુગ્‍ધ બની ગયા હતા. આ કાર્યક્રમ માટે તુષાર જોશી, જાગળતિ પંડયા, ડો. અંજના વ્‍યાસ, ડિમ્‍પલ શાહ, સહાના ભટ્ટ, કોમલ ચૌહાણ, મેહુલ મહેતા, કનીષા શાહ, રિતી શાહ, નીમા મિષાી , જીયા , આસ્‍થા , શ્વેની તથા સૌમ્‍ય એ જહેમત ઉઠાવી હતી. જાホવી, ભવ્‍યા તથા કુ . વૈશ્વીએ સરસ રસપ્રદ એન્‍કરીંગ કર્યુ હતું. 

કાંસાવાલા ફેમિલીના દશરથભાઈ પટેલ, શારદાબેન પટેલ તથા પ્રવિણભાઈ પટેલ, કૈલાશબેન પટેલ અને લાલભાઈ પટેલ અને લલિતાબેન પટેલે યશવીના અથાગ મહેનતનું પરિણામ જોઈ ખુશખુશાલ થઈ ગયા હતાં. આ પ્રસંગે સુલોચનાબેન , હેમંત કોસિયા તથા લાયન પ્રેસીડેન્‍ટફૂહૃ.  અશ્વિન પટેલે ખબ ખુશ થયા હતા અને યશવીને આશીર્વાદ  હતા.  દર્શિલ પટેલ, ધારા પટેલ, રિયાન, જોયા (કાંસાવાલા ફેમિલી)એ શુભેચ્‍છાઓ પાઠવી હતી.

(3:21 PM IST)