<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

જુનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિમા ઓઝત નદીમાં પાણીનો પ્રવાહ વધતા 160 મીટર નો પાળો તૂટી જતા બામણાસા ગામમાં ખેડૂતોની હજારો એકર જમીનનું ધોવાણ

આગામી 3 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અરવલ્લી, બોટાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અમરેલી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વલસાડ, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે

જુનાગઢ તા.૩ :  છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે જૂનાગઢ જિલ્લામાં અનેક સ્થળે જળબંબાકારની સ્થિતિ છે. ઓઝત નદીમાં પાણીનો પ્રવાહ વધતા 160 મીટરનો પાળો તૂટી ગયો હતો. પાળો તૂટી જતાં બામણસા ગામમાં ભારે નુકશાન થયું છે. ખેડૂતોની હજારો એકર જમીનનું ધોવાણ થયું છે.

છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે જૂનાગઢ જિલ્લામાં અનેક સ્થળે જળબંબાકારની સ્થિતિ છે. ઓઝત નદીમાં પાણીનો પ્રવાહ વધતા 160 મીટરનો પાળો તૂટી ગયો હતો. પાળો તૂટી જતાં બામણસા ગામમાં ભારે નુકશાન થયું છે. ખેડૂતોની હજારો એકર જમીનનું ધોવાણ થયું છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજી આગાહી અનુસાર આગામી 3 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અરવલ્લી, બોટાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અમરેલી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વલસાડ, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

તાપી જિલ્લાના ડોલવણમાં બે ઈંચ, વ્યારા અને વાલોડમાં દોઢ ઈંચ તથા ઉચ્છલમાં એક ઈંચ વરસાદ પડયો હતો. તાપીના વ્યારા અને વાલોડ તાલુકામાં લો લેવલ પુલ પર વરસાદી પાણી ફરી વળ્યું છે. વ્યારા તાલુકાના 3 રસ્તા વ્યારા- કેળકુઈ હાઇસ્કુલથી ગાંધી ફળીયા રોડ બંધ કરાતા લોકોએ ચકરાવો ખાવો પડયો હતો. વાલોડ તાલુકામાં 5 રસ્તાઓમાં વાલોડ- ધામોદલા બંગલી ફળીયા રસ્તો, વાલોડ શેઢ ફળીયા રોડ, વાલોડ ફળીયાથી જકાતનાકા રોડ, વાલોડ-ધામોદલા ડેરી ફળીયા, વાડી ફળીયાથી કાટીસકુવા સીમાડા રોડ, વાલોડ-એસ. એચ.થી દેગામા ટાંકલી ફળીયા રોડ બંધ થયો હતો.

સૌરાષ્ટ્રમાં ગઈકાલે સાર્વત્રિક ભારે વરસાદને પગલે પાણીનું ચિત્ર મેઘરાજાએ પલટાવી નાખ્યું છે. છ જિલ્લાના 80 ડેમમાંથી 50 ડેમમાં અડધાથી 22 ફૂટ સુધી નવા પાણીની આવક થતા ડેમની સપાટીમાં વધારો થયો છે. જ્યારે ભાદર- 2. ઉમિયા સાગર અને આજીડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજકોટ સિંચાઈ વર્તુળ હસ્તકના 27 ડેમમાંથી 14 ડેમમાં એક રાતમાં નવા પાણીની આવક થઈ છે. રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા આજે ન્યારી સહિત ભાદર ડેમમાં નવા નીરની આવક થઈ છે.

(3:33 PM IST)