News of Wednesday, 3rd July 2024
વહેલી સવારે ૧૬૪ લોકોને ઉપાડી લેવાયા : અમદાવાદમાં રથયાત્રા અંતર્ગત ફટાફટ પગલાઓ
રથયાત્રા દરમિયાન ગડબડી ન કરે તે માટે અટક કરાયા : કાયદો વ્યવસ્થા જડબેસલાક જાળવવા મક્કમ કાર્યવાહી થશે : અકિલા સાથે જોઇન્ટ પોલીસ કમિશનર નીરજ બડગુજ્જર રણનીતિ વર્ણવે છે મોડી રાતે અચાનક સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, સ્પેશ્યલ સીપી અજય ચૌધરી વિગેરે દ્વારા નવતર પ્રયોગ, પોલિસના નાના સ્ટાફ સાથે ચર્ચા : ગ્રાઉન્ડ રિયાલિટી મેળવી

રાજકોટ તા. ૩ : અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા નિર્વિધ્ને પસાર થાય તે માટે રાજયના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય, પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક સહિતના સિનિયર અધિકારીઓના માર્ગદર્શનમાં બનાવાયેલ ફૂલપ્રૂફ પ્લાનની અમલવારી ખૂબ સારી રીતે થાય તે માટે વિવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે તેવા સમયે પોલીસ દ્વારા જબરદસ્ત કોમ્બીંગ ઓપરેશન હાથ ધરી ૧૬૪ લોકોને પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકના માર્ગદર્શન હેઠળ ઝડપી લીધાનું જોઇન્ટ પોલીસ કમિશનર નીરજ બડગુજ્જર દ્વારા અકિલા સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું છે.
અમદાવાદમાં રથયાત્રા નિર્વિઘ્ને પસાર થાય તે માટે વહેલી સવારે આ જબરજસ્ત કોમ્બીંગ ઓપરેશન હાથ ધરી કાયદો વ્યવસ્થા જોખમાવે તેવા તત્વોની અટકાયત કરી લેવામાં આવી છે, અત્રે એ યાદ રહે કે છેલ્લા એક માસથી પોલીસ કાર્યવાહી ચાલી રહી છે. આ વખતે હેલિકોપ્ટર અર્થાત્ હવાઈ નિરીક્ષણ પહેલા વરસતા વરસાદમાં ૧૬ કી.મી. રૂટનું મુખ્ય પોઇન્ટ વડા વિકાસ સહાય, લો એન્ડ ઓર્ડર વડા શમશેર સિંઘ અને જેમના શીરે ખૂબ મહત્વનું જવાબદારી છે તેવા અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, રથ યાત્રા બંદોબસ્તની સ્કિમ જેમના નેતૃત્વ હેઠળ ત્યાર કરવામાં આવી છે તેવા સ્પેશ્યલ પોલીસ કમિશનર અજય ચૌધરી, ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલ વિગેરે જોડાયા હતા.
દરમિયાન સીપી અને સ્પેશ્યલ સીપી અજય ચૌધરી વિગેરે દ્વારા રાતના સમયે રૂટ નીચેની વિવિધ પોલીસ ચોકીઓનાં નાના સ્ટાફ સાથે ચર્ચા કરી ગ્રાઉન્ડ રિયાલિટી પણ મેળવી હતી. આ વખતે રથયાત્રામાં આઠ જેટલી લેટેસ્ટ ટેકનોલોજી ઉમેરી માનવ શકિત માત્ર હાર્ડ નહિ સ્માર્ટ વર્ક આધારિત બંદોબસ્ત લોખંડી કરાયો છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
