News of Wednesday, 3rd July 2024
ર૪૭૦૦ જગ્યાઓ ઉપર ભરતી કરશે સરકાર
ટેટ ૧ અને ટેટ ૨ પાસ ઉમેદવારો માટે ખુશીના સમાચાર

નવી દિલ્હી, તા. ૩ : ટેટ ૧ અને ટેટ ૨ પાસ ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતીને લઇને સરકાર હરકતમાં આવી છે. આ મુદ્દે આજે કેબિનેટની બેઠક મળી હતી જેમાં રાજ્યમાં ૨૪,૭૦૦ ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતીને લઇને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં ટેટ પાસ ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સરકારી ઉંઘ ઉડી હોય એવું લાગી રહ્યું છે.
૭,૫૦૦ શિક્ષકોની કાયમી ભરતી કરવાનો નિર્ણય લેવાયો હતો
આ પહેલાં ગત મહિને ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં ૭,૫૦૦ જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો.
૩૫૦૦ માધ્યમિક શિક્ષકોની ભરતી કરાશે
આ માટે રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે. વ્ચ્વ્-૧ અને વ્ચ્વ્-૨ ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. માધ્યમિક એટલે કે ઘોરણ ૯ અને ઘોરણ ૧૦ની સરકારી શાળામાં કુલ ૫૦૦ અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં ૩,૦૦૦ એમ કુલ ૩,૫૦૦ TAT-Secondary પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે.
૪,૦૦૦ ઉચ્ચર માધ્યમિક શિક્ષકોની ભરતી કરાશે
જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ ૧૧ અને ઘોરણ ૧૨ માં સરકારી શાળામાં ૭૫૦ અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં ૩,૨૫૦ એમ મળીને TAT-Higher Secondary ના કુલ ૪,૦૦૦ જેટલા ઉમેદવારોની ભરતી કરાશે.
ગુજરાતમાં ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારની ભરતી કરવાની જગ્યાએ સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતાં રાજ્યમાં ૩.૮૩ ઉમેદવારો બેકાર બેઠાં છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવાની માગણી સાથે તેઓ એકાંતરે આંદોલન કરી રહ્યાં હોવા છતાં સરકાર તેમની માગણીઓને સ્વિકારી રહી ન હતી. આ ઉમેદવારોની ભરતી નહીં થતાં તેમની વયમર્યાદાનો પ્રશ્ન ઉભો થયો રહ્યો છે.
ગત વર્ષે એકપણ ભરતી થઈ નથી
રાજ્ય વિધાનસભામાં શિક્ષણ મંત્રીએ કબૂલ કર્યું હતું કે ટેટ-૧ પાસ ૩૯૩૯૫ એને ટેટ-૨ પાસ ૨૩૫૯૫૬ ઉમેદવારો છે. એ ઉપરાંત માધ્યમિકમાં ટાટ ૭૫૩૨૮, માધ્યમિક દ્વિસ્તરીય ટાટ ૨૮૩૦૭ અને ઉચ્ચતર માધ્યમિક દ્વિસ્તરીય ૧૫૨૫૩ ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. આમ કુલ ૩.૮૩ લાખથી વધુ ઉમેદવારોએ શિક્ષક બનવા યોગ્ય પરીક્ષાઓ પસાર કરી છે. આ સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે તેવા પ્ર‘ના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ૨૦૨૨માં ટેટ-૧ પાસ થયેલા ૨૩૦૦ અને ટેટ-૨ પાસ થયેલા ૩૩૭૮ ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે, જ્યારે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકમાં કોઈ ભરતી થયેલી નથી. એવી જ રીતે ૨૦૨૩માં પણ એકપણ ઉમેદવારની સરકારી કે ગ્રાન્ડેટ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં ભરતી થઈ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની જગ્યાએ શિક્ષણ વિભાગે માધ્યમિક વિભાગમાં ૫૯૮૫ જગ્યાઓ ભરવા માટે ૪૧૩૮ ઉમેદવારોને જ્ઞાન સહાયકની નિમણૂક આપી છે. જ્ઞાન સહાયકમાં માસિક વેતનના પ્ર‘ના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે માધ્યમિકમાં જ્ઞાન સહાયકને પ્રતિ માસ મહિને ૨૪૦૦૦ રૂપિયાનું મહેનતાણું આપવામાં આવે છે. શિક્ષણ વિભાગે આ નિમણૂકો નવેમ્બર ૨૦૨૩માં આપી હતી અને તેમને વેતન ચૂકવી દેવામાં આવ્યું છે. માસિક વેતન સમયસર મળતું નહીં હોવાનો આક્ષેપ સરકારે ફગાવી દીધો હતો.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
