<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

અષાઢી બીજે અમદાવાદમાં સવારે ૭ વાગે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો થશે પ્રારંભઃ ભૂપેન્‍દ્રભાઇ પટેલ પહિંદવિધિ કરશે

શુક્રવારે નેત્રોત્‍સવ-ગજરાજ પૂજન-ભંડારો, શનિવારે સોનાવેશ દર્શન-રથનું નિજ મંદિરમાં આગમન

અમદાવાદ, તા. ૩ : ૭ જુલાઇએ ભગવાન જગન્નાથની નિકળશે રથયાત્રા સવારે ૭ વાગે નીજ મંદિરથી રથ કરશે પ્રસ્‍થાન ૧૮ ગજરાજો, ૧૦૧ ટ્રક, ૩૦ અખાડા રથયાત્રામાં જોડાશે.  અન્‍ય કોણ-કોણ જોડાશે રથયાત્રામાં જગન્નાથના સુંદર વાઘા થઈ રહ્યા છે તૈયાર ૭ જુલાઈએ લેવાશે ભગવનાનનું મામેરું.

૫ જુલાઈઃ ભગવાન જગન્નાથના સવારે ૮ વાગે નેત્રોત્‍સવ થશે, ૯ વાગે ગજરાજ પૂજન, ૧૧ વાગે ભંડારો રાખવામાં આવશે

૬ જુલાઈઃ સવારે ૧૦ વાગે સોનાવેશ દર્શન રહેશે, ૧૦.૩૦એ રથનું નીજ મંદિરમાં આગમન થશે, બપોરે ૨.૩૦ વાગે કોંગ્રેસ આગેવાનો હાજર રહેશે, સાંજે ૭ વાગે મુખ્‍યપ્રધાન સહિતના આગેવાનો આરતીમાં હાજર રહેશે

૭ જુલાઈ રથયાત્રાઃ સવારે ૪.૩૦ વાગે ખીચડીનો ભોગ અને ૫ વાગે આદિવાસી નળત્‍ય અને રાસ ગરબા રમશે, સવારે ૫.૪૫ વાગે રથમાં ભગવાનનો પ્રવેશ કરાવામાં આવશે, સવારે ૭ વાગે મુખ્‍યપ્રધાન ભૂપેન્‍દ્રભાઇ પટેલ પહિંદ વિધિ કરશે. પ હિંદવિધી બાદ રથયાત્રા શહેરમાં નિકળશે.

(3:46 PM IST)