<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

આગામી પાંચ દિવસ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં હળવા ભારે વરસાદની આગાહી : માછીમારોને ચેતવણી : બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી અને સુરતમાં વરસાદની વધુ સંભાવના

નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, અમદાવાદ,ગાંધીનગર સહિતના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી

અમદાવાદ તા.૩ :આજે પણ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ છે. બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી અને સુરતમાં વરસાદની સંભાવના હોવાનું હવામાનખાતાએ જણાવ્યું છે.

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. આગામી 5 દિવસ હળવાથી ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે.. 

3 જુલાઈ સુધી સરેરાશ કરતાં 7% વધુ વરસાદ નોંધાયો છે.. આજે પણ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ છે. બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી અને સુરતમાં વરસાદની સંભાવના હોવાનું હવામાનખાતાએ જણાવ્યું છે. 

નવસારી,વલસાડ,દમણ અને દાદરા નગરહવેલીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. . સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર,રાજકોટ,અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. . દરિયો તોફાની બનવાની સંભાવનાને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

(3:57 PM IST)