<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th July 2024

ગુજરાતમાં સરકારી યોજનામાં સગાવાદ: ભરતીમાં ભાઇ-ભત્રીજાવાદ : એક જ જાતિના 16 લોકોની તાલુકા કો-ઓર્ડિનેટર તરીકે નિમણૂક કરાઈ

-મિશન મંગલમ નામે સગાનું મંગલમ: ગરીબોની મદદ માટે લાયકાત ધરાવતા યુવકોને નોકરી આપવાને બદલે સગાઓને ગોઠવાયા

અમદાવાદ : ગુજરાતમાં સરકારી યોજનામાં સગાવાદને લઇને સૌથી મોટો ખુલાસો થયો છે. ગરીબો માટે ચાલતી સરકારી યોજનામાં ભરતીમાં ભાઇ-ભત્રીજાવાદ હોય તેવો ઘટસ્ફોટ થયો છે. પંચમહાલમાં એક જ જાતિના 16 લોકોની તાલુકા કો-ઓર્ડિનેટર તરીકે નિમણૂક કરાઈ છે.

  ગરીબોની  મદદ માટે લાયકાત ધરાવતા યુવકોને નોકરી આપવાને બદલે સગાઓને ગોઠવાયા છે.

ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીએ એક સમાજના ઉમેદવારોને નિમણૂક આપી છે. પંચમહાલના ઘોઘંબા,ગોધરા,હાલોલ,કાલોલ અને મોરવા હડફ,શહેરા તાલુકામાં એક જ સમાજના યુવકોની નિમણૂક કરાઈ છે

 

ક્લસ્ટર કો-ઓર્ડિનેટરની 16 ખાલી જગ્યા એ એક જ સમાજના ઉમેદવારોની નિમણૂકનો પત્ર વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં આ નિમણૂકનો પત્ર વાયરલ થયા બાદ સ્થાનિક સ્તરે આક્ષેપ શરૂ થયા છે. સરકારી ઉચ્ચ અધિકારીઓએ તાલુકા વિકાસ અધિકારીને આદેશ આપી ગોઠવણ કરી હોવાની ચર્ચા થઈ રહી છે. લાયકાત ધરાવતા યુવકોના અધિકાર પર તરાપ મારી સગાઓની ગોઠવણ કરી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. સ્થાનિક નેતાએ પોતાના સમાજના અને સગાઓને સાચવી લીધાની ચર્ચા છે.

(12:48 AM IST)