News of Thursday, 4th July 2024
તાપીના વાલોડમાં ટીઆરબી જવાને વૃદ્ધનો જીવ બચાવ્યો : ધસમસતા પાણીમાંથી કર્યું દિલધડક રેસ્ક્યૂ: જુઓ વિડિઓ
ધોધમાર પાણીના વહેણ વચ્ચે એક TRB જવાન પહોંચ્યો અને પોતાના જીવને જોખમ નાંખીને વૃદ્ધને પાણીના વહેણમાંથી બચાવી લાવે છે.

તાપીના વાલોડ પોલીસ મથકમાં ફરજ બજાવતા TRB જવાને પાણીમાં તણાતા વૃદ્ધનો જીવ બચાવ્યો છે. સાયકલ લઈને પુલ પરથી પસાર થતા સમયે વૃદ્ધ પાણીમાં તણાતા સમયે TRB જવાને જીવ બચાવ્યો હતો. TRB જવાને જીવ બચાવ્યાનો વીડિયો વાયરલ થયો છે.
જે વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વૃદ્ધ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહ્યાં છે. ત્યારે ધોધમાર પાણીના વહેણ વચ્ચે એક TRB જવાન પહોંચે છે અને પોતાના જીવને જોખમ નાંખીને વૃદ્ધને પાણીના વહેણમાંથી બચાવી લાવે છે. પાપ્ત વિગતો મુજબ તે વૃદ્ધ ત્યાંથી સાયકલ લઈને પસાર થઈ રહ્યાં હતા ત્યારે ત્યાં પાણીનો વધારો થયો અને તે પાણીના વોકળામાં તણાવા લાગ્યા હતા.
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
