<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th July 2024

પેટલાદના ખડાણાના ટેલરપુરા વિસ્તારમાં કાચા રસ્તાને કારણે લોકોને મુશ્કેલી

પાકા રસ્તાની સુવિધા ન મળતા લોકોને અને શાળાએ જતા બાળકોને પણ પરેશાની : ઈમરજન્સી 108 વાન પણ ના આવી શકે એવો રસ્તો

પેટલાદ તાલુકાના ખડાણાના ટેલરપુરા વિસ્તારમાં કાચા રસ્તાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ વર્ષોથી આ લોકોને પાકા રસ્તાની સુવિધા મળી નથી.ટેલરપુરા આસપાસના વિસ્તારમાં 40થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે.

ત્યારે પાકા રસ્તાની સુવિધા ન મળતા લોકોને અને શાળા એ જતા બાળકોને પણ મુશ્કેલી પડી રહી છે. દોઢ મહિના અગાઉ એક યુવકને એટેક આવતા થોડી ક્ષણો હોસ્પિટલમાં મોડા પડતા મોત નીપજ્યું હતું. ઈમરજન્સી 108 વાન પણ આવી શકે એવો રસ્તો નથી. હાલ ગામેગામ પાકા રસ્તા થઈ ગયા છે, ત્યારે આ વિસ્તારના લોકો પાકા રસ્તાની માંગ કરી રહ્યા છે.

પેટલાદ તાલુકાના ખડાણાના ટેલરપુરા વિસ્તારમાં કાચા રસ્તાને કારણે હાલ લોકોને મુશ્કેલી પડી રહે છે. કાદવ કિચડ વાળા રસ્તાને કારણે લોકોને વાહનો લઈને આવવા જવામાં તેમજ શાળાએ જતા બાળકોને પણ મુશ્કેલી પડે છે. દોઢ મહિના અગાઉ એક યુવકને એટેક આવ્યો હતો. હોસ્પિટલ લઈ જતા 20થી 25 મિનિટ મોડું થતા યુવકનું મોત નીપજ્યું હતું, હાલ સરકાર દ્વારા વિકાસની વાતો થઈ રહી છે પણ અહીંયા સ્થિતિ કંઈક અલગ જ છે.

 

(12:55 AM IST)