<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

રથ યાત્રાને લઇ રાજપીપળા પોલીસે ચાલુ વરસાદમાં પણ કર્યું ફૂટ પેટ્રોલિંગ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:રાજપીપળા માં રથયાત્રા ઉત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે શહેરમાં અજમાયાશી પોલીસ અધીક્ષક લોકેશ યાદવ તથા અજમાયાશી નાયબ પોલીસ અધીક્ષક કુણાલસિંહ એલ. પરમારની અધ્યક્ષતામાં રાજપીપળા પોલીસ મથકે શાંતિ સમિતિની મિટિંગ લેવામાં આવી હતી ત્યારબાદ સાંજે રાજપીપલા શહેરમાં ફૂટ પેટ્રોલીંગ કરી કાયદો વ્યવસ્થા જળવાય તે માટે નિરીક્ષણ કરી શહેરના શોભા યાત્રાના પ્રસ્થાન સ્થળની મુલાકાત લઈ આયોજકો સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો આપી રથયાત્રા પર્વની શુભેચ્છા પાઠવી હતી.

(11:47 AM IST)