News of Friday, 5th July 2024
નેત્રંગ-અંકલેશ્વરના બિસ્માર રસ્તા પર પડેલા ભૂવાઓમાં ભાજપના ઝંડા લગાવી વિરોધ કરાયો
કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ અને તેમના સમથઁકોએ નેત્રંગ ચાર રસ્તા તેમજ અંકલેશ્વરના રસ્તા ઉપર પડેલા ખાડાઓમાં ભાજપનો ઝંડો લગાવી વિરોધ કર્યો:સાંસદ-ધારાસભ્ય અને જીલ્લા ભાજપનું મોવડી મંડળ સરકારમાં રજુઆત કરે તેવી માંગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નેત્રંગથી અંકલેશ્વર તરફના બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકોમાં ભારે રોષ જણાઇ રહ્યો છે. મામુલી વરસાદમાં જ રસ્તા ઉપર મોટા ભૂવા પડતા અને તેમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને આ ભૂવા કેટલા ઊંડા છે તેવો અંદાજ રહેતો નથી. ત્યારે મામુલી ભૂલના કારણે દરરોજ ત્યાં અકસ્માતની ઘટના જોવા મળે છે. રસ્તાના નિમૉણની કામગીરીમાં માગઁ-મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યું છે.
એક વાહન ચાલકે રસ્તામાં પડેલ ખાડામાં ભાજપનો ઝંડો લગાવીને વિરોધ નોંધાવતા ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવા, ઝઘડીયા ધારાસભ્ય રિતેશભાઈ વસાવા, તાલુકા પંચાયત-જીલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યો અને ભરૂચ જીલ્લા ભાજપ મોવડી મંડળ વાહન ચાલકોના હિતમાં રાજ્ય સરકારમાં રજુઆત કરીને આ રસ્તાનું તાત્કાલિક ધોરણે સમારકામ કરાવે તેવી માંગ ઉઠી છે.
માગઁ-મકાન વિભાગના જવાબદાર અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠયા છે જેમાં ભાજપની સરકારમાં નેતાઓનું નહીં પરંતુ અધીકારીઓનું રાજ ચાલી રહ્યું છે તેમ લોકો કહી રહ્યા છે. કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ અને તેમના સમથઁકોએ નેત્રંગ ચાર રસ્તા તેમજ અંકલેશ્વરના રસ્તા ઉપર પડેલા ખાડામાં ભાજપનો ઝંડો લગાવી વિરોધ કરતા લોકોમાં આ બાબત આકર્ષણ બની હતી
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
