News of Friday, 5th July 2024
સાગબારા અને તિલકવાડા પોલીસે રૂપિયા 1,14,630 નો અંગ્રેજી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો
તિલકવાડા પોલીસે નાકાબંધીમાં ઉભી રાખેલી ઇકો ગાડી સાથે બાઈક ના ચાલકે એક્સીડન્ટ કરી દારૂ નો મુદ્દામાલ તેમજ મોટર સાયકલ સ્થળ ઉપર મુકી અંધારાનો લાભ લઇ બંન્ને આરોપીઓ નાસી છૂટયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લા ના સાગબારા અને તિલકવાડા પોલીસે લાખો રૂપિયાનો અંગ્રેજી દારૂનો મુદ્દામાલ ઝડપી ગુના દાખલ કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારા પોલીસે બાતમીના આધારે પાટ ચોકડી થી નિતેશભાઇ સુદામભાઇ વસાવા (રહે.રાણીપુર, તા.સાગબારા, જી.નર્મદા) નાઓએ પોતાના કબ્જામાંની સુઝુકી કંપનીની એકસેસ-૧૨૫ ગાડી નંબર GJ 22 R 7881 ઉપર ગે.કા. ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલો કુલ નંગ-૧૦૭ ની કિંમત રૂપીયા-૭,૯૩૦/-ના પ્રોહી. મુદ્દામાલની હેરાફેરી કરતા તથા બાઈક ની કિ.રૂ.૫૦,૦૦૦/-મળી કુલ કુ.રૂ.૫૭,૯૩૦/-ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયો હતો.
જ્યારે તિલકવાડા પોલીસે તેડીયા શાહપુરા ગામની સીમ માંથી મોટરસાયકલ નંબર-GJ.34.L.4793 નો ચાલક કમલેશભાઈ સીમજીભાઈ ડુંગરાભીલ એ પોતાના કબ્જાની મોટરસાઈકલ પર નિમેશભાઈ ખામજીભાઈ ડુંગરાભીલ સાથે મળીને ગે.કા.વગર ભારતીય બનાવટનો વિદેશીદારૂ બે વિમલના થેલામાં પ્લાસ્ટીકના હોલ નંગ-૧૦ કિ.રૂ.૫૦૦૦/- તથા પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-૪૬ કિ.રૂ. ૪,૬૦૦/- તથા બિયરના ટીન નંગ-૭૧ કિ.રૂ.૭,૧૦૦/- સાથે મળી કુલ રૂપિયા-૧૬,૭૦૦/- તેમજ મોટર સાયકલ નંગ-૦૧ કિ.રૂ.૪૦,૦૦૦/- મળી કુલ રૂ.૫૬,૭૦૦/- નો મુદ્દામાલ પોલીસની નાકાબંધી દરમ્યાન મોટર-સાયકલ સાથે ભાગવા જતા નાકાબંધીમાં ઉભી રાખેલી ઇકો ફોરવ્હીલ ગાડી સાથે એક્સીડન્ટ કરી બંન્ને વાહનોને નુકશાન કરી મુદ્દામાલ તેમજ મોટર સાયકલ સ્થળ ઉપર મુકી અંધારાનો લાભ લઇ બંન્ને આરોપીઓ નાસી જઇ ગુનો કરતા પોલીસે ઉપરોક્ત બંને ગુનાઓ માં કુલ રૂપિયા 1,14,630 નો મુદ્દામાલ ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
