તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 5th July 2024
નર્મદા જિલ્લામાં 40 વર્ષના આધેડ વ્યક્તિએ હમ ઉંમરની મહિલાનું અપહરણ કરી બળાત્કાર કરતા ચકચાર
મહિલાને ફોન કરી હું તને લેવા આવ્યો છું આ જગ્યા પર આવી જા નહિ આવે તો હું મરી જઈશ તેવી ધમકી આપી ફોર વ્હીલમાં લઈ ગયો:ડેડીયાપાડા તાલુકાની આ ઘટના માં આધેડ વ્યક્તિએ હમ ઉંમરની મહિલાનું અપહરણ કરી ભરૂચ, અને કામરેજ પાસેના આંબોલી ગામે લઈ જઈ બદકામ કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના ડેડીયાપાડા માં બનેલી એક અપહરણ અને બળાત્કારની ઘટનામાં બંને આધેડ ઉંમર ના હોવાનું જાણવા મળ્યું છે જેમાં આધેડ વ્યક્તિ એ મહિલાને મરી જવાની ધમકી આપી અપહરણ કરી બળાત્કાર કર્યો હોવાની પોલીસ ફરિયાદ ડેડીયાપાડા પોલીસ મથકે નોંધાઇ છે
પ્રાપ્ત માહિતી અનુસાર ભોગ બનનાર ૪૨ વર્ષીય મહિલાએ આપેલી ફરિયાદ મુજબ તિલકવાડા તાલુકાના વઘેલી ગામના ધર્મેશ તુલસીભાઈ બારીયા (ઉંમર આશરે.૪૫) એ તેમને ફોન કરી તને લેવા માટે આવેલ છું અને તું તૈયાર થઈ જા, અને મારી સાથે આજે નહી આવે તો હું મરી જઈશ તેવી ધમકી આપી પોતાની ફોરવ્હીલ ગાડીમાં મહિલા ને બળજબરીથી બેસાડી પોતાના ઘરે ભરૂચ ખાતે લઈ જઈ તા.૦૧/ ૦૫/૨૦૨૪ થી તા.૦૮/૦૫/૨૨૪ સુધી ફરીયાદી પોતે અનુસુચિત જનજાતીની હોવાનું જાણતો હોવા છતા તેને પોતાના ઘરમાં રાખી તેમની સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર કરી તે પછી આ હવસખોર વ્યક્તિએ મહિલાને તા.૦૯/૦૫/૨૦૨૪ થી તા.૦૬/૦૬/૨૦૨૪ સુધી કામરેજ પાસે આવેલ આંબોલી ગામના મેલડી માતાના મંદિરની આજુબાજુના વિસ્તારમાં લઇ જઇ ધાક ધમકી આપી પોતાના ઘરે નહી જવા દઈ મહિલા ની મરજી વિરૂધ્ધ અવાર-નવાર શરીર સંબંધ બાંધી ગુનો કરતા આ બાબતે પી.જે.પંડ્યા પીઆઈ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન નાઓ એ અપહરણ અને બળાત્કાર સહિત ની કલમો સાથે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. કેસની તપાસ સંજય શર્મા, ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક, રાજપીપલા ડીવીઝન નાઓ કરી રહ્યા છે
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
