<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

દેશમાં લા નીનાની શકયતા નથીઃ અશોકભાઇ પટેલ

આગલા ૧૦૦ વર્ષથી વધુની વિશ્‍લેષણ મુજબ એલ નિનો વર્ષમાં ભારતમાં ચોમાસુ ૯૪ ટકા અને લા નિના વર્ષમાં ચોમાસુ ૧૦૬ ટકા રહેલ છે

અશોક પટેલનું વિશ્‍લેષણઃ વર્તમાન આગાહી અને વિશ્‍લેષણ સ્‍પષ્ટપણે દર્શાવે છે કે જૂન ૨૦૨૪ના અંતમાં AMJ2024 સીઝન માટે ONI +0.4°C સુધી ઘટી ગયું છે એટલે પ્રથમ ENSO ન્‍યુટ્રલ થ્રેશ હોલ્‍ડની પ્રસ્‍થાપિત થયેલ છે અને ૨૦૨૩-૨૪ ના એલ નિનો નો અંત આવ્‍યો. ENSO ન્‍યુટ્રલ સ્‍થિતિ એક મહિના માટે ચાલુ રહેવાની અપેક્ષા છે. સંપૂર્ણ લા નીના એપિસોડ તરીકે વર્ગીકૃત કરવા માટે નેગેટિવ ONI -0.5ºC અથવા તેનાથી ઓછી ONI ઓછામાં ઓછા પાંચ સળંગ ઓવરલેપિંગ ૩-મહિનાની સીઝન માટે રહેવું જોઈએ. ભારતીય દક્ષિણ પヘમિ ચોમાસુ સપ્‍ટેમ્‍બર ૨૦૨૪ માં પૂરું થતું હોય તે સમય દરમિયાન લા નીનાની સ્‍થાપના શક્‍ય નથી. આગળ ના ૧૦૦ વર્ષ થી વધુ ની સરેરાશ પ્રમાણે એલ નિનો વર્ષ માં ભારતીય ચોમાસુ ૯૪% રહેલ છે, જયારે લા નિના વર્ષ માં ચોમાસુ ૧૦૬% રહેલ છે. ભારતીય ચોમાસા માટે વિવિધ પરિબળો પૈકીનું એલ નિનો/લા નિના ફક્‍ત એક પરિબળ છે. ભારત ના અલગ અલગ વિસ્‍તારોના ચોમાસા પર એલ નિનો/લા નિના ની અસર એક સરખી નથી થતી, જે હાલ રિસર્ચનો ઠોસ વિષય છે

(12:31 PM IST)