News of Friday, 5th July 2024
સુરતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ: વાતાવરણમાં ઠંડક પ્રસરી
અઠવા લાઇન્સ, ઉધના, સચિન, પાંડેસરા, અડાજણ, રાંદેર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો

સુરત: શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અઠવા લાઇન્સ, ઉધના, સચિન, પાંડેસરા, અડાજણ, રાંદેર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. ગઈકાલે છૂટાછવાયા વરસાદ બાદ આજે ધોધમાર વરસાદ પડ્યો. સુરત શહેરમાં મોડી રાતથી ફરી વરસાદ વરસ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત થઈ છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
