<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

રાજ્યમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 68 તાલુકામાં મેઘમહેર :ઉમરપાડામાં 3.4 ઇંચ,ખેરગામમાં 3.2 ઇંચ અને વાંસદામાં 2.6 ઇંચ વરસાદ ખાબક્યો

23 તાલુકામાં 1થી 4 ઇંચ સુધી વરસાદ વરસ્યો: વાલોડમાં 23 મિ.મી., આહવામાં 22, ચોર્યાસીમાં 19, સુરત શહેરમાં 17, ઉમરગામમાં 17, માંડવી(સુરત)માં 15, ગળતેશ્વરમાં 13, સાગબારામાં 13, દહેગામમાં 12, વાપીમાં 11, ઉચ્છલમાં 10, કડાણામાં 10 મિ.મી. વરસાદ

સુરત અને નવસારી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં સવારથી મેઘરાજાની દમદાર બેટિંગ જોવા મળી છે. સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 68 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં સુરતના ઉમરપાડામાં 3.4 ઇંચ અને નવસારીના ખેરગામમાં 3.2 ઇંચ જ્યારે વાંસદામાં 2.6 ઇંચ વરસાદ ખાબક્યો છે.
બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 23 તાલુકામાં 1થી 4 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જેમાં ઉમરપાડામાં 3.4 ઇંચ, ખેરગામમાં 3.2, વાંસદામાં 2.6, કપરાડામાં 2.5, કામરેજમાં 2.2, ડેડિયાપાડામાં 2.1, વઘઇમાં 2, ગણદેવીમાં 1.6, ચીખલીમાં 1.6, નવસારીમાં 1.6, ડોલવણમાં 1.5, જલાલપોરમાં 1.4, ઓલપાડમાં 1.3, વ્યારામાં 1.2, મહુવા(સુરત) 1.2, બારડોલીમાં 1.1, સુબીરમાં 1.1, નેત્રંગમાં 1.1, સોનગઢમાં 1.1, માંગરોળમાં 1.1, ધરમપુરમાં 1.1, વલસાડ અને પારડીમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે.
રાજ્યના 45 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં વરસ્યો છે. જેમાં વાલોડમાં 23 મિ.મી., આહવામાં 22, ચોર્યાસીમાં 19, સુરત શહેરમાં 17, ઉમરગામમાં 17, માંડવી(સુરત)માં 15, ગળતેશ્વરમાં 13, સાગબારામાં 13, દહેગામમાં 12, વાપીમાં 11, ઉચ્છલમાં 10, કડાણામાં 10 મિ.મી. વરસાદ નોંધાયો છે.

(1:37 PM IST)