<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

કાલે રાહુલ ગાંધી રાજીવ ગાંધી ભવનની મુલાકાતે :પથ્થરમારામાં અટકાયત કરેલા કાર્યકરો સાથે મુલાકાત કરશે: જુઓ વિડિઓ

રાહુલ ગાંધી જગન્નાથ મંદિરે દર્શન કરવા જાય તેવી પણ શક્યતા: પ્રદેશ કોંગ્રેસના નેતાઓ રાજીવ ગાંધી ભવનની મુલાકાતમાં તેમની સાથે જોડાશે

અમદાવાદ :કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાતની મુલાકાતે છે. રાહુલ ગાંધી આવતીકાલે  અમદાવાદના રાજીવ ગાંધી ભવન પર આવશે. રાહુલ ગાંધી જગન્નાથ મંદિરે દર્શન કરવા જાય તેવી પણ શક્યતા છે. રાજીવ ગાંધી ભવન પર પથ્થરમારામાં અટકાયત કરેલા કાર્યકરો સાથે તેઓ મુલાકાત કરશે. રાજકોટ અગ્નિકાંડના પીડિતો સાથે પણ રાહુલ ગાંધી મુલાકાત કરશે

   આ વખતે, ભારતીય ગઠબંધન દ્વારા લોકસભા ચૂંટણીમાં ભાજપને જોરદાર લડત આપ્યા બાદ અને કોંગ્રેસે 99 બેઠકો જીત્યા બાદ રાહુલ ગાંધીનું રાજકીય કદ વધ્યું છે. આજે તેઓ યુપીના હાથરસમાં અકસ્માતનો ભોગ બનેલા લોકોને મળ્યા હતા અને તેમની વેદના સાંભળી હતી.. હવે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ રાજકોટ આગની ઘટનાના પીડિત પરિવારોની પણ મુલાકાત લેવાના છે જે ખૂબ જ સૂચક છે. 

પ્રદેશ કોંગ્રેસના નેતાઓ રાજીવ ગાંધી ભવનની મુલાકાતમાં તેમની સાથે જોડાશે. કોંગ્રેસના કાર્યકર્તાઓનો જુસ્સો વધારવા રાહુલ ગાંધી એક બેઠક પણ કરશે. .

(6:52 PM IST)