<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૃપિયા એકનો વધારો

CNGના ભાવમાં આ વધારો IGL દ્વારા કરવામાં આવી રહ્યો છેઃઆ વધારો તાત્કાલિક અસરથી અમલમાં આવશે આના પગલે ગુજરાતમાં હવે સીએનજીનો ભાવ પ્રતિ કિલો રૃપિયા ૭૫.૨૬ થઈ ગયો

અમદાવાદ,તા.૫

ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૃ. એકનો વધારો કર્યો છે. આ વધારો તાત્કાલિક અસરથી અમલમાં આવશે. આના પગલે ગુજરાતમાં હવે સીએનજીનો ભાવ પ્રતિ કિલો રૃ. ૭૫.૨૬ થઈ ગયો છે. સીએનજીના ભાવમાં વધારો થતાં હવે ગુજરાતમાં  પીએનજીનો ભાવ વધારો થયો છે.

આ પહેલા દિલ્હીમાં ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) એ CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ૧ રૃપિયાનો વધારો કર્યો છે. કિંમતોમાં વધારો દિલ્હી, નોઇડા, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદ, મેરઠ, શામલી, મુઝફ્ફરનગર અને રેવાડીને અસર કરશે. મળતી માહિતી મુજબ, નવી કિંમતો આજે (૨૨ જૂન) સવારે ૬ વાગ્યાથી લાગુ થઈ ગયા છે.

CNGની કિંમત જે અત્યાર સુધી દિલ્હીમાં ૭૪.૦૯ રૃપિયા પ્રતિ કિલોના ભાવે મળતો હતો. તે આજથી ૭૫.૦૯ રૃપિયા પ્રતિ કિલો થઈ જશે. આ સિવાય નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પણ ઝ્રદ્ગય્ના ભાવમાં એક રૃપિયાનો વધારો થશે. CNGના ભાવમાં આ વધારો IGL દ્વારા કરવામાં આવી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધી નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં CNG ૭૮.૭૦ રૃપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતું. હવે આજથી તેની કિંમત ૭૯.૭૦ રૃપિયા પ્રતિ કિલો થઈ જશે. જોકે, ગુરુગ્રામમાં CNGની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી.

(9:41 PM IST)