News of Friday, 5th July 2024
મહુવા પંથક જળબંબાકાર, ૧૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો
દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતાએ રેડ એલર્ટ આપ્યું ઃઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

અમદાવાદ,તા.૫
ગુજરાતમાં હવામાન વિભાગે આજે ૧૪ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતાએ રેડ એલર્ટ આપ્યું છે. સુરત જિલ્લામાં વરસાદી માહોલ બરોબરનો જામ્યો છે. કામરેજ અને ઉમરપાડામાં ૨ ઇંચ, ઓલપાડમાં ૧.૫ ઇંચ, માંગરોળ અને બારડોલીમાં ૧ ઇંચ વરસાદ નોંધાયો છે. ૭ જુલાઈના રોજ અષાઢી બીજના દિવસે અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં નાની-મોટી રથયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાનું આયોજન થશે. ત્યારે જગતના નાથ પોતાના ભાઈ અને બહેન સાથે નગરચર્યાએ નીકળવા જઈ રહ્યા છે તે દિવસે વર્ષોની પરંપરા મુજબ અમી છાંટણા થતા હોય છે. ત્યારે આ વર્ષે પણ જગતના નાથને વરસાદ ભીંજવે તેવી શક્યતા છે. કારણ કે, ૭ જુલાઈના રોજ હવામાન વિભાગે અમદાવાદ શહેર માટે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉપરાંત આજે અને આવતીકાલે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
