News of Friday, 5th July 2024
સુરતમાં ફરી વરસાદી માહોલ :ઉમરપાડામાં સૌથી વધુ 4.25 ઈંચ વરસાદ ખાબક્યો : નદીઓમાં નવા પાણી
ઓલપાડ તાલુકામાં પોણા બે ઈંચ, મહુવામાં સવા બે ઈંચ, માંગરોળમાં બે ઈંચ, માંડવીમાં સવા એક ઈંચ, કામરેજમાં સવા ત્રણ ઈંચ, ચોર્યાસી તાલુકામાં એક ઈંચ, પલસાણામાં સવા એક ઈંચ, બારડોલીમાં પોણા ત્રણ ઈંચ વરસાદ

સુરતમાં અષાઢી બીજ પૂર્વે વરસાદી માહોલ જામ્યો છે. એક દિવસના વિરામ બાદ ફરી આજે શહેર સહિત જિલ્લામાં સર્વત્ર મેઘમહેર જોવા મળી હતી. તા.5મી જુલાઈના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાકના ગાળામાં એક ઈંચથી લઈ સવા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. સર્વત્ર મેઘમહેરથી નદીઓમાં નવા નીર વહેતા થયા છે.
સુરત સિટી સહિત જિલ્લાના તાલુકા મુજબ વરસાદની વિગતો જોઈએ તો, ઓલપાડ તાલુકામાં પોણા બે ઈંચ, ઉમરપાડામાં સવા ચાર ઈંચ, મહુવામાં સવા બે ઈંચ, માંગરોળમાં બે ઈંચ, માંડવીમાં સવા એક ઈંચ, કામરેજમાં સવા ત્રણ ઈંચ, ચોર્યાસી તાલુકામાં એક ઈંચ, પલસાણામાં સવા એક ઈંચ, બારડોલીમાં પોણા ત્રણ ઈંચ અને સુરત શહેરમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
શુક્રવારે સવારથી જ સુરત જિલ્લાના ઓલપાડ, ઉમરપાડા, માંડવી, કામરેજ, પલસાણા અને મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ ગતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
