News of Friday, 5th July 2024
બોટાદના સાળંગપરડા ગામે બાલાજી વેફરના પેકેટમાંથી મૃત ઊંદર નીકળ્યો: ગ્રાહકે દુકાનદારને ફરિયાદ કરી
મૃત દેડકા બાદ સાળંગપરડા ગામે બાલાજી વેફરના પેકેટમાંથી મૃત ઊંદર નીકળ્યો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

બોટાદના સાળંગપરડા ગામે બાલાજી વેફરના પેકેટમાંથી મૃત ઊંદર નીકળ્યો છે, આ ઘટના બાદ ગ્રાહકે દુકાનદારને ફરિયાદ કરી છે.
રાજ્યમાંથી અવાર-નવાર ખાણી-પીણીની વસ્તુમાંથી જીવજંતુઓ નીકળવાની ઘટના સામે આવી છે. ક્યારેક પીત્ઝામાંથી વંદો નીકળે છે, તો ક્યારેક નમકીનના પેકેટમાંથી ગરોળી નીકળે છે. આ તમામ વચ્ચે બોટાદના સાળંગપરડા ગામે બાલાજી વેફરના પેકેટમાંથી મૃત ઊંદર નીકળ્યો છે.
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલી હદે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યાં છે. વીડિયો વાયરલ થયા બાદ ફૂડ વિભાગ મોટી કાર્યવાહી કરશે કે કેમ ? તે સૌથી મોટો સવાલ છે
મૃત દેડકા બાદ સાળંગપરડા ગામે બાલાજી વેફરના પેકેટમાંથી મૃત ઊંદર નીકળ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના બાદ ગ્રાહકે દુકાનદારને ફરિયાદ કરી છે.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
