તા. ૧૬ ઓગષ્ટ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ શુદ-૧૧, શુક્રવાર
News of Saturday, 6th July 2024
જીતપુરા પાસે આવેલ પેટ્રોલ પંપમાં આગ લાગવાની ઘટના બાદ નર્મદા પોલીસ એકશન મોડમાં..
હવેથી પેટ્રોલ પંપમાં સુધારા વધારા કરવા માટે પોલીસ સ્ટેશનની પરવાનગી લેવી જરૂરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: થોડાક દિવસ અગાઉ નર્મદા જિલ્લાના જીતપુરા ગામ પાસે આવેલ શ્રદ્ધા સબુરી હોટલની બાજુના પેટ્રોલ પંપ ખાતે બ્લાસ્ટ થતા આગ લાગવાની ઘટના બની હતી જેમાં બે જેટલા કર્મીઓ ને ઈજા પહોંચી હતી. ત્યારબાદ નર્મદા પોલીસ આ માટે કડક બની અને હવે પોલીસ પાસે પરવાનગી લેવા માટેની પેટ્રોલ પંપના સંચાલકો સાથે પોલીસે એક મિટિંગ રાખી જરૂરી સૂચના આપી હતી.
આ ઘટના બન્યા બાદ રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે રાજપીપળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એન. તાવિયાડના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાય હતી. જેમાં જેતપુરા શ્રદ્ધા સબુરી હોટલની બાજુમાં આવેલ પેટ્રોલ પંપમાં આગ લાગવાની ઘટના બની હતી જેને લઈને પોલીસ દ્વારા એક મિટિંગ નું આયોજન કરાયું જેમાં પેટ્રોલ પંપના માલિકો બોલાવી પોલીસે જણાવ્યું હતું કે પેટ્રોલ પંપ પર વેલ્ડિંગ કે અન્ય કોઇ પણ પ્રકારના સુધારા વધારા કરવાના જણાય તો પહેલા પોલીસ સ્ટેશન ખાતે થી તેની મંજૂરી લેવાની રહેશે અને ત્યારબાદ જ જે તે પેટ્રોલ પંપ ના સંચાલકો એ કામગીરી કરવી પડશે
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
