તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 6th July 2024
DySp ની સૂચના બાદ રથયાત્રાના રૂટ પર લાંબા સમયથી લીકેઝ પાણીનો વાલ પાલિકા તંત્ર એ રિપેર કર્યો
રથયાત્રામાં કોઈ અણબનાવના બને અને કોઈ ભક્તને ઇજા કે નુકશાન ન થાય એ માટે પોલીસે પાલિકા ટીમને કેટલીક જરૂરી સુચના આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામની એકમાત્ર નગરપાલિકા વારંવાર કામગીરી બાબતે વિવાદમાં રહે છે, ત્યારે રાજપીપળામાં કેટલાક વિસ્તારોમાં પાણીની લાઈનો વારંવાર લીકેજ થવાની ઘટના બને છે. અને તેમાં હજારો લીટર પાણીની બગાડ પણ થાય છે ત્યારે ઘણા સમયથી રાજપીપળા સફેદ ટાવર નીચે આવેલ પાણી નો વાલ લીકેજ થવાથી પાણી રસ્તા પર વહેતું હતું અને વાલ ના ખાડા માં લોકો નો પગ ફસાઈ જતા રાહદારીઓ અને વાહનો પડવાની ઘટના બનતી હતી ત્યારે બે દિવસ બાદ રાજપીપળામાં રથયાત્રા નીકળવાની છે તેને લઈને તમામ તૈયારીઓ થઈ રહી છે. જેમાં ઘણા સમયથી રાજપીપળા સફેદ ટાવર ખાતે પાણીનો વાલ લીકેજ હોય, ભગવાન જગન્નાથની યાત્રા આ રૂટ પર ફરવાની હોવાથી કોઈ ભક્ત ને તેનાથી નુકશાન ન થાય એ માટે પોલીસ દ્વારા પાલિકા ટીમને કડક સુચના આપી આ લીકેજ વાલ તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવામાં આવે તેવી સૂચના DYSP અને રાજપીપળા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કુણાલસિંહ પરમારે કરતા પાલિકા ટીમ દ્વારા આ લીકેજ વાલ તાબડતોબ રીપેરીંગ કરવામાં આવ્યો હતો.
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
