<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

તંત્ર ની ભૂલનો ભોગ : નેત્રંગમાં ભારે વરસાદના કારણે કવચીયા ગામે ઘરમાં પાણી ઘુસતા જનજીવન પર અસર

ઘરના લેવલથી ઉંચો સીસી રસ્તો બનતા પાણી ઘુસ્યા હોવાના અહેવાલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં જુન મહિનામાં પ્રથમ પખવાડીયા બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણો નદી-નાળા અને ચેકડેમમાં નવા વરસાદી પાણીના નીર આવ્યા છે.ખેતીલાયક વરસાદના કારણે ખેડુતોમાં આનંદ છે. સોયાબીન, કપાસ, તુવરે, મકાઈ અને ચોમાસું પાકમાં સારા ઉત્પાદનની આશા સેવાઇ રહી છે. પરંતુ નેત્રંગ તાલુકાના કવચીયા ગામમાં જુની પોસ્ટ ઓફિસ ફળીયા માં ભારે વરસાદના કારણે અમુક ઘરમાં વરસાદી પાણી ઘુસી જવાનું જાણવા મળ્ય હતું. કવચીયા ગામના રહીશ પ્રતાપભાઇ વસાવાએ ટેલીફોનિક વાતમાં જણાવ્યું હતું કે, કવચીયા ગામે ઘરના લેવલથી ઉંચો સીસી રસ્તો બનતા આ વરસાદી પાણી ઘુસ્યા છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થયો નથી તેવા સંજોગોમાં ઘરના રહીશોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.
જોકે રસ્તો બનાવનાર તંત્ર ના ઇજનેર એ કોઈ લેવલ જોયા વિના જ આ રસ્તો બનાવ્યો છે..? જેનો ભોગ આજે ચોમાસામાં આમ જનતા બની રહી છે. કેટલાક ઘરો માં પાણી ભરાઈ જતાં ગૃહિણીઓ પાણી ઉલેચતી નજરે પડી હતી ત્યારે આ તંત્ર ની દેન છે એમ કહી શકાય.

(12:06 AM IST)