News of Saturday, 6th July 2024
ડેડીયાપાડા પો.સ્ટે ના ચોરીના ગુનામાં ભાગતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી ટીમ નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ નર્મદા જીલ્લાના તમામ પો.સ્ટે.માં દાખલ થયેલ ગુનામાં નાસતા ફરતા આરોપી ઓને શોધી કાઢવા સુચના આપતા આર.જી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બીનાઓએ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને ખાનગી બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારૂ સુચના કરતા એલ.સી.બી. ટીમને નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે ડેડીયાપાડા પો.સ્ટે. ના ચોરી ના ગુનામાં નાસતો ફરતો આરોપી ગોવિદા બિદીયા મોરે રહે. પ્રતાપપુર તા.તલોદા જી. નંદુરબાર (મહારાષ્ટ્ર) ને પ્રતાપપુર ખાતેથી પકડી લઈ આગળની કાર્યવાહી અર્થે સાગબારા પો.સ્ટે. સોપેલ છે.
આ કેસમાં કામગીરી કરનાર અધિકારી, કર્મચારી:(૧) આર.જી ચૌધરી, પોલીસ ઇન્સપેક્ટર, એલ.સી.બી. નર્મદા. (૨) એ.એસ.આઇ ક્રિષ્નાભાઈ શંકરભાઈ એલ.સી.બી. નર્મદા. (૩) અ.હે.કો ઈશ્વરભાઈ વશરામ ભાઈ એલ.સી.બી. નર્મદા. (૪) એ.હે.કો. મુનીરભાઈ બળવંતભાઈ એલ.સી.બી. નર્મદા. (૫) પો.કો અનીલ ભાઈ હરજીભાઈ એલ.સી.બી. નર્મદા નાઓ નો સમાવેશ થાય છે.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
