તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
ગાંધીનગર શ્રીમાળી સોની મહામંડળમાં રાજેષ સોની- રાકેશ સોનીની વરણી
બન્નેને શુભેચ્છા પાઠવતા મહેન્દ્ર સોની

રાજકોટઃ તા. ૬: શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળના ૧૮ માં સત્ર માટે મહાસમિતિની ગાંધીનગર શહેરની બેઠક ઉપર કુકરવાડા (હાલ ગાંધીનગર)ના શ્રી રાજેશભાઇ કનૈયાલાલ સોની અને ગાંધીનગર જિલ્લા (કલોલ, માણસા,દહેગામ અને ગાંધીનગર તાલુકા વિસ્તાર)ની મહાસમિતિની બેઠક ઉપર માણસાના શ્રી રાકેશભાઇ ચંદુલાલ સોની બિનહરિફ વરણી પામ્યા છે.
બંને મહાનુભાવોની બિનહરિફ વરણી થાય તે માટે શ્રી ગાંધીનગર શહેર સુવર્ણકાર મંડળના પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઇ સોનીએ ઉમદા અને પ્રેરક પ્રયત્નો કર્યા હતા. ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે.
(12:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
