<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

કાલે અડાલજ જગન્‍નાથ મંદિરથી દર્શનીય રથયાત્રા

ભકતોને લાભ લેવા નરહરિ અમીનનું આમંત્રણ

રાજકોટ તા. ૬: કાલે રવિવારના રોજ જગન્‍નાથ મંદિર, ગાંધીનગર અડાલજથી ભવ્‍ય રથયાત્રા નીકળી બપોરે ૧ર-૩૦ કલાકે મા અન્‍નપૂર્ણા મંદિર ખાતે પહોંચશે. તથા રથયાત્રાના ભકતનો માટે બપોરે અન્‍નપૂર્ણા મંદિર દ્વારા અન્‍નપૂર્ણા શાહી ખીચડી ભોજન/પ્રસાદની વ્‍યવસ્‍થા પણ કરેલ છે તો તમામ ટ્રસ્‍ટીઓ/હોદેદારો ભકતોએ હાજરી આપવી. રથયાત્રા પ્રારંભ સવારે ૯ વાગ્‍યે થશે તેમ શ્રી અન્‍નપૂર્ણાધામ ટ્રસ્‍ટ અડાલજ પરિવાર વતી શ્રી નરહરિ અમીને જણાવ્‍યું છે.

(12:45 PM IST)