તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
જે શહેરમાં એરપોર્ટ ન હોય કે ફાઇવ સ્ટાર હોટલ ન હોય ત્યાં આ VVIP ચોર ચોરી કરતો નથી : માત્ર ગુજરાત નહિ,મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ સહિત વિવિધ રાજ્યોની પોલીસ આ મહાનુભાવ ચોરને શોધી રહી છે
આલીશાન બંગલામાં રહી પ્લેનમાં જ ચોરી કરતા સંખ્યાબંધ નાંમ ધરાવતા ચોરને રેન્જ વડા પ્રેમવીર સિહ, વલસાડ sp કરણરાજ વાઘેલાનાં માર્ગદર્શનમાં ઝડપનાર એલસીબી પીઆઇ ઉત્સવ બારોટ અકિલા સમક્ષ અદભુત કથા વર્ણવે છે

રાજકોટ તા. ૬: વલસાડ પોલિસના હાથે એક વીવીઆઇપી ચોર પકડાયો છે, આ ચોરને દેશના મોટાં ભાગનાં રાજયોની પોલીસ શોધી રહી છે તેવો આ ચોર જે શહેરમાં એરપોર્ટ ન હોય કે ફાઈવસ્ટાર હોટેલ ન હોય તે શહેરમાં ચોરી કરવામાં પણ પોતાનાં સ્ટેટ્સ વિરૂદ્ધ સમજે છે, આવી ભાગ્યે જ વાંચી કે સાંભળી હોય તેવી આ ચોરોની દુનિયાના મહાનુભાવ એવા આ ચોરની રસપ્રદ કથા અકિલા સમક્ષ વર્ણવતા એલસીબી પીઆઇ ઉત્સવ બારોટે જણાવ્યું હતું.દેશ ભરના મહત્વના પોલીસ મથકમાં વોન્ટેડ ગુનેગારોના જે બ્લેક બોર્ડ પર ફોટા લાગ્યા છે તેમાં રોહિત, ચેતન જેવા સંખ્યાબંધ ઉપનામ ધરાવતા આ શખ્શ અંગે ચોરીની દુનિયામાં એવું કહેવાય છે કે આ ચોર દરેક રાજયમાં અલગ અલગ નામથી ઓળખાય છે. જોકે તે તેની અટક લક્કી ગણતો હોય કે બીજું કૈક પણ નામ ગમે તે હોય પણ શેટ્ટી પાછળ લાગે તેમ પીઆઇ ઉત્સવ બારોટ ખાસિયત વર્ણવતા જણાવેલ.
આ ચોર વિષે જાણ્યા બાદ સુરત રેન્જ વડા પ્રેમવીરસિંહ અને વલસાડ એસપી કરણરાજ વાઘેલા દ્વારા આ ચોર માત્ર વલસાડ કે સાઉથ ગુજરાત નહિ ગુજરાતમાં પોતાના કારનામાં કરવામાં હવે સફળ ન રહે અને તેને કોઈપણ રીતે ઝડપવાની વિશેષ જવાબદારી પીઆઇ ઉત્સવ બારોટ ટીમને આપેલ જેમાં એલસીબી ખરી ઉતરી હતી.મુંબઇના મુબ્રા વિસ્તારમાં એક આલીશાન બંગલોમાં રહેતા આ ચોરે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને તેલંગાણા, દાદરા નગર હવેલીમાં સંખ્યાબંધ ચીરીઓ કરનાર આ ચોરનું દિલ એક મુસ્લિમ યુવતીએ ચોરી લીધું છે, વલસાડ એલસીબી ટીમ પાસે દોઢ ડઝનથી વધુ ચોરીઓ કબુલી લીધી છે.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
