<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

ગુજરાત વિધાનસભા ખાતે સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની ૧૨૩મી જન્મજયંતીએ સદ્દગત મહાનુભાવશ્રીના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતાં કેબીનેટ કૃષિમંત્રી

ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી "એક વિધાન-એક નિશાન-એક પ્રધાન": સિદ્ધાંતના શિલ્પકાર હતા : મંત્રી રાઘવજીભાઈ પટેલ.

રાજકોટ તા.૬ :   રાજ્યના કેબીનેટ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે  સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની ૧૨૩મી જન્મજયંતી નિમિતે વિધાનસભા પોડિયમમાં સદ્દગત મહાનુભાવશ્રીના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતુ કે, શ્યામા પ્રસાદ મુખરજી "એક વિધાન-એક નિશાન-એક પ્રધાન" સિદ્ધાંતના શિલ્પકાર હતા. શિસ્ત, હિંદુત્વ અને શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન એમનામાં બાળપણથી જ થયું હતુ.

           મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં તેમને ઉદ્યોગ અને પુરવઠા મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. સ્વતંત્રતા વખતે દેશી રાજ્યોના વિલીનીકરણના કામ માટે સરદાર પટેલનું નામ સૂચવનાર શ્રી મુખરજી જ હતા. કાશ્મીરના મુદ્દે તેઓ ખૂબ જ સક્રિય અને ચિંતિત હતા અને દેશમાં એક વિધાન-એક નિશાન-એક પ્રધાન સિદ્ધાંતના શિલ્પકાર પણ શ્રી મુખરજી હતા. તેઓશ્રી પોતાના સમગ્ર જીવન દરમિયાન અખંડ ભારતના સમર્થક અને કાશ્મીર માટે સંઘર્ષરત રહ્યાં હતા. ૧૯૫૩માં તેઓ જમ્મુની મુલાકાતે જવા નિકળ્યા, પરંતુ ત્યાં પહોચે તે પહેલા તેમની ધરપકડ થઇ અને જેલવાસ દરમિયાન જ શ્રીનગરની હોસ્પિટલમાં તેમનો સ્વર્ગવાસ થયો હતો.

          આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ શ્રી સી.બી.પંડ્યા તેમજ વિધાનસભાના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

(પ્રિન્સ ચાવલા)

 

(4:05 PM IST)