તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
પથ્થરમારાનો મામલો : કોંગ્રેસના પાંચ કાર્યકરોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

અમદાવાદઃ કોંગ્રેસ ભવન બહાર પથ્થરમારા મામલે કોંગ્રેસના પાંચ કાર્યકરોને કોર્ટમાં રજૂ કરાયા છે. રિમાન્ડ પૂર્ણ થાય તે પહેલા કોર્ટમાં રજૂ કરાયા છે. જે બાદ કોર્ટે તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે.
કોંગ્રેસ ભવન બહાર પથ્થરમારા મામલે કોંગ્રેસના પાંચ કાર્યકરોને કોર્ટમાં રજૂ કરાયા છે. રિમાન્ડ પૂર્ણ થાય તે પહેલા કોર્ટમાં રજૂ કરાયા છે. જે બાદ કોર્ટે તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. આરોપીઓને વહેલા રજૂ કરતા કોર્ટે તપાસ અધિકારી પાસે ખુલાસો માંગ્યો હતો. આ અંગે તપાસ અધિકારીએ ખુલાસામાં કહ્યું કે, રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બની રહે તે માટે વહેલા રજૂ કરવામાં આવ્યા છે. જ્યારે તમામ પાંચ કાર્યકર્તાઓને કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કરાયો છે. નોંધનીય છે કે, રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકરોને મળવા પહોંચે તે પહેલા કોર્ટમાં રજૂ કરાયા હતા
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
