<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

સુરત માં ઘટી મોટી દુર્ઘટના : સચિન GIDCમાં 6 માળની બિલ્ડિંગ થઈ ધરાશાયી : 15 જેટલા લોકોને ઈજા : 6 લોકો કાટમાળમાં હેઠળ હોવાની આશંકા :જુઓ વિડિઓ

દટાયેલા લોકોને બહાર કાઢવા રેસ્ક્યું ઓપરેશન શરૂ : બિલ્ડીંગ બન્યા ને હજુ આઠજ વર્ષ થયા હતા

સુરત : શહેરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. ભાર બપોરે સચિન GIDCમાં 6 માળની બિલ્ડિંગ થઈ ધરાશાયી થઈ હોવાનું જાણવા મળે છે, જેમાં 15 જેટલા લોકોને ઈજાઓ પહોચી છે અને હાલ 6 લોકો કાટમાળ હેઠળ હોવાની આશંકા સેવાય રહી છે. ઘટના ની જાણ થતાજ તંત્ર દ્વારા દટાયેલા લોકોને બહાર કાઢવા રેસ્ક્યું ઓપરેશન શરૂ કરી દેવાયું હતું.

આ બિલ્ડીંગને 2016માં જ બનાવવામાં આવી હતી, ત્યારે 8 વર્ષના જેટલા સમયગાળામાં જ બિલ્ડીંગ ધરાશાયી થતા હવે તેની ક્વોલિટી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાને લઈને સુરત મહાનગર પાલિકાના વોર્ડ નં.30ના કાઉન્સિલર ચિરાગ સોલંકીએ જણાવ્યું હતું કે, 5 માળની બિલ્ડિંગમાં પાંચથી છ પરિવાર રહેતા હતા. મોટાભાગના મજૂર હતા. આશંકા એવી છે કે 2થી 3 પરિવાર અંદર આરામ કરી રહ્યા હતા અને બિલ્ડીંગ ધરાશાયી થઈ ગઈ

(6:03 PM IST)