<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

જોરાવર' લાઇટ ટેન્ક પ્રોજેક્ટનું ડૉ. સમીર વી કામતે પરીક્ષણ કર્યું

૨૦૨૭ સુધીમાં ભારતીય સેનામાં સામેલ જશે : પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં LAC પર ચીનની સેનાનો સામનો કરવા મહત્વપૂર્ણ સાબિત થશે : DRDOના મુખ્ય વૈજ્ઞાનિક

અમદાવાદ, તા.૬ : ભારતીય સેનાની તાકાતમાં વધારો થવા જઈ રહ્યો છે. DRDO અને લાર્સન એન્ડ ટુબ્રોના સંયુક્ત પ્રયાસથી વિકસિત 'જોરાવર' લાઇટ ટેક્ન પ્રોજેક્ટનું આજે DRDOના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સમીર વી કામતે ગુજરાતના હજીરામાં પરીક્ષણ કર્યું હતું. આ ટેક્ન ભારતીય સેનાની જરૃરિયાતોને પહોંચી વળવા માટે વિકસાવવામાં આવ્યું છે, ખાસ કરીને પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીનની સેનાનો સામનો કરવા માટે આ મહત્વપૂર્ણ સાબિત થશે.

આ ઓછા વજનના ટેક્નમાં પાણી વહન કરવાની ક્ષમતા પણ છે. તે ભારે T-72 અને T-90 ટેન્ક કરતાં વધુ સરળતા સાથે પહાડોમાં ઊંચાઈ પર ચઢી શકે છે અને નદીઓ અને અન્ય જળાશયોને પાર કરી શકે છે.

DRDOના ચીફ સાયન્ટિસ્ટ ડૉ.કામતના જણાવ્યા અનુસાર આ ટેક્ન તમામ પરીક્ષણો બાદ ૨૦૨૭ સુધીમાં ભારતીય સેનામાં સામેલ થઈ જશે.L&Tના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અરુણ રામચંદાનીએ જણાવ્યું હતું કે સંયુક્ત વિકાસ મોડલને મોટી સફળતા મળી છે અને તે ખૂબ જ ટૂંકા ગાળામાં વિકસિત થયું છે. 'જોરાવર' એ ભારતની લશ્કરી શક્તિમાં નોંધપાત્ર ઉમેરો છે. તે આપણા સૈનિકો માટે માત્ર એક શક્તિશાળી હથિયાર નથી, પરંતુ તે વિશ્વને એક સંદેશ પણ આપે છે કે ભારત કોઈપણ કિંમતે તેની સુરક્ષા માટે કટિબદ્ધ છે. આ ટેક્નના વિકાસથી આપણા દુશ્મનોમાં ભય વધશે અને તેઓ ભારતની તાકાત સામે ઝૂકવા માટે મજબૂર થશે.

'જોરાવર' માત્ર ટેક્ન નથી, પરંતુ તે ભારતની એન્જિનિયરિંગ ક્ષમતા અને અદ્યતન ટેકનોલોજીનું પ્રતીક છે. આ ટેક્નના વિકાસથી ભારતીય સેના વધુ શક્તિશાળી અને આધુનિક બનશે, જે દેશની સુરક્ષાને મજબૂત બનાવશે.

(7:26 PM IST)