<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

ચોરી કરવા માટે ફ્લાઈટમાં ચોર કરતો હતો અવરજવર

વલસાડ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો VVIP ચોર :પોલીસે મુંબઈમાંથી આરોપીની કરી ધરપકડ

વલસાડ, તા.૬ : અત્યાર સુધી તમે ઘણા ચોર જોયા હશે પણ ક્યારે VVIP ચોર જોયો છે ખરો ? તમારા મનમાં પણ સવાલ થતો હશે કે આવો તો વળી કેવો ચોર !!! પણ હા, વલસાડમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે.  આ ચોર જ્યાં ચોરી કરવા માટે ફ્લાઇટમાં આવતો હતો.વાપીમાં ૨૧ દિવસ પહેલા ૧ લાખ રૃપિયાની ચોરી મામલે પોલીસે રિપોર્ટ મેળવ્યા હતા અને આરોપીને શોધવા ચક્રોગતિમાન કર્યા હતા. લગ્ઝુરીયસ લાઈફ જીવતા અને મહાનગરોમાં આવેલા પોષ વિસ્તારમાં ચોરી કરવા ફ્લાઈટમાં અવર જવર કરતા આરોપીનું પગેરું મેળવી ૫ દિવસમાં વલસાડ ન્ઝ્રમ્ની ટીમે મુંબઈમાં અલગ અલગ વેશભૂષા ધારણ કરીને લગ્ઝુરીયસ લાઇફસ્ટાઇલ જીવતા ઘરફોડ ચોર રોહિત કનુભાઈ દયાભાઈ સોલંકી ઉર્ફ રોહિત ચેતન શેટ્ટી ઉર્ફ અરહાન ચેતન શેટ્ટીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. વલસાડ જિલ્લા પોલીસે આંતરરાજ્ય બહુનામધારી મુંબઇથી VVIP ચોરને ઝડપી પાડ્યો છે.

 

(7:20 PM IST)