<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

રાજકોટ જઈ રહેલી બસનો હિંમતનગર નજીક અકસ્માત

ખાનગી બસમાં ૩૨ જેટલા મુસાફરો હતા : સદનસીબે કોઈ જાનહાની નહીં થતા મોટી ઘટના ટળી

હિંમતનગર, તા.૬ : રાજકોટ જઈ રહેલી ખાનગી બસને હિંમતનગર નજીક અકસ્માત નડ્યો હતો. હિંમતનગર નજીક આવેલ હાજીપુર પાસેની સાબરદાણ ફેક્ટરી પાસે ખાનગી બસ ઊભી હતી. એ દરમિયાન પાછળથી એક ટ્રક ટ્રેલર ઘૂસી જવાને લઈ અકસ્માત સર્જાયો હતો.

ઉદયપુરથી રાજકોટ જઈ રહેલી ખાનગી બસને હિંમતનગર નજીક અકસ્માત નડ્યો હતો. હિંમતનગર નજીક આવેલ હાજીપુર પાસેની સાબરદાણ ફેક્ટરી પાસે ખાનગી બસ ઊભી હતી. એ દરમિયાન પાછળથી એક ટ્રક ટ્રેલર ઘૂસી જવાને લઈ અકસ્માત સર્જાયો હતો.

જોકે સદનસીબે કોઈ જાનહાની નહીં થતા મોટી ઘટના સર્જાતી ટળી ગઈ હતી.

RTO ની વાન દ્વારા ખાનગી બસને નેશનલ હાઈવે પર જ ઉભી રખાવી દેવાનું માનવામાં આવી રહ્યું છે. જેને લઈ રાત્રીના અંધારામાં ખાનગી બસ ઊભી રહેવા દરમિયાન જ પાછળથી આવી રહેલા ટ્રક ટ્રેલર તેમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. બસમાં ૩૨ જેટલા મુસાફરો હતા, જોકે કોઈ જાનહાની નહી સર્જાતા રાહત સર્જાઈ હતી. ઘટનાને લઈ હિંમતનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

(7:23 PM IST)