તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રથયાત્રાની પૂર્વસંધ્યાએ ભગવાન જગન્નાથજીની પૂજા-અર્ચના અને સંધ્યા આરતીમાં સહભાગી બન્યા
રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે તે માટે ભગવાન જગન્નાથજીનાં ચરણોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાર્થના કરી

ગાંધીનગર : ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં યોજાનાર ૧૪૭મી રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના અને સંધ્યાઆરતીમાં સહભાગી થયા હતા. ભગવાન જગન્નાથજીના દર્શન કરીને મુખ્યમંત્રીએ ધન્યતા અનુભવી હતી.
પૂજા-અર્ચના અને સંધ્યા આરતી કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ પરંપરાગત રથયાત્રા સમાજના તમામ વર્ગોનો સામાજિક સમરસતા ઉત્સવ બની ગઇ છે. આવતીકાલે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી સાથે રથમાં બેસીને નગરચર્યાએ નીકળવાના છે અને લોકોને સામે ચાલીને દર્શન આપવાના છે.
આપણી સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરમા રથયાત્રા નીકળવાની છે ત્યારે સૌને રથયાત્રા નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.
રથયાત્રા માટેનો સૌનો ઉત્સાહ હરહંમેશ જળવાઈ રહે અને રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ સતત વધતી રહે, ભગવાન જગન્નાથજીની કૃપા ગુજરાત અને સમગ્ર દેશ પર સદાય વરસતી રહે અને આ વખતે વરસાદ સારો થાય અને વરસાદ સારો થવાથી સૌ ખેડૂતો આનંદમાં રહે તે માટે ભગવાનન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરી છે એમ પણ મુખ્યમંત્રી એ જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતનો સંકલ્પ વિકસિત ગુજરાત થકી આગળ વધશે એવો મુખ્યમંત્રીએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, સાંસદ હસમુખ પટેલ, દિનેશ મકવાણા, અમદાવાદ શહેરના ધારાસભ્યઓ, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
