તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
હવે ખાદ્યચીજના વેપારીઓ ગ્રાહકોને ગેરમાર્ગે દોરી નહિ શકે
ખાધચીજ બનાવવા માટે જે કુકિંગ (રાંધવાનું માધ્યમ) વાપરેલ હોય તે બાબતે સ્પષ્ટ શબ્દોમાં મોટા અક્ષરે જાહેર જનતાને વંચાય તે રીતે ફરજીયાત મોટા અક્ષરે લખવાનું રહેશે

અમદાવાદ : ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યના કમિશનર એ જણાવ્યુ કે, રાજ્યમાં આવેલ ખાણીપીણી ના વિવિધ એકમોમાં શુધ્ધ, સલામત અને સ્વચ્છ ખોરાક મળી રહે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં વખતો વખત વિવિધ ખાદ્ય પદાર્થો બનાવી વેચાણ કરતાં એકમોમાં ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.
તાજેતરમાં તમામ હોટલ/રેસ્ટોરેન્ટ/ઢાબા/ભોજનાલય/ખાણીપીણીની નાસ્તાની લારીઓ વગેરેનાઓએ ફુડ સેફ્ટી & સ્ટાન્ડર્ડસ એક્ટ ૨૦૦૬ અને તે અન્વયેના નિયમો ૨૦૧૧ અને રેગ્યુલેશનો અન્વયે ફુડ સેફ્ટી & સ્ટાન્ડર્ડસ (લાયસન્સીગ/ રજીસ્ટ્રેશન) રેગ્યુલેશન, ૨૦૧૧નાં ખાદ્ય પરવાનાની શરતો મા જણાવ્યા મુજબ તમામ એકમો ધ્વારા ખાધ્યચીજ બનાવવા માટે જે કુકિંગ મિડિયમ (રાંધવાનું માધ્યમ) વાપરેલ હોય તે બાબતે સ્પષ્ટ શબ્દોમાં મોટા અક્ષરે જાહેર જનતાને વંચાય તે રીતે ફરજીયાત પણે નીચે મુજબ ની વિગતે બોર્ડ/પોસ્ટર લગાવવાનું થાય છે.
વધુમાં ખાદ્ય ચીજ જેવી કે ભાજી પાઉં, સેન્ડવિચ, વડાપાઉં, રોટી વગેરે ઉપર લગાવવામાં આવતા ઘી/બટ૨/ટેબલ માર્ગેરિન/ફેટ સ્પ્રેડ જેવા માધ્યમનો ઉલ્લેખ અલગ બોર્ડ/ પોસ્ટર પર જાહેર જનતા ને સ્પષ્ટ વંચાય તે રીતે મોટા અક્ષરોમાં નીચે મુજબની વિગતે બોર્ડ/ પોસ્ટર લગાવવાનું રહેશે.
જો ફૂડ બિઝનેસ ઓપરેટર ધ્વારા દર્શાવેલ ઉક્ત માધ્યમ સિવાય અન્ય કોઈ માધ્યમમાં બનાવે/ ખાદ્ય ચીજ ઉપર લગાવે કે પ્રદર્શિત કરે તો મિસલીડીંગ સહિતની જોગવાઈઓ અનુસાર નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે. તેમ ડો. એચ.જી. કોશીયા
(કમિશનર ઓફ ફુડ સેફ્ટી,ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,ગુજરાત રાજ્ય) એ જણાવ્યું છે.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
