<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

માઉન્ટેન ગર્લ તરીકે ઓળખાતી મહિલા, સીમા ભગતનું સ્વચ્છતા અભિયાન : દેવમોગરા મંદિરે સફાઈ કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:માઉન્ટેન ગર્લ્સ તરીકે ઓળખાતી સીમા ભગતે આદિવાસી વિસ્તારમાં આવેલા દૈવી સ્થાનકો અને પર્યટન સ્થળોને સ્વચ્છ કરવાની એક અનોખી પહેલ કરી છે,  ત્યારે આ અભિયાનની શરૂઆતના ભાગરૂપે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલ દેવમોગરા ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
   દેવમોગરા માતાજીના મંદિર પરિસર અને જળકુંડ જ્યાં આદિવાસીઓની દેવીને સ્નાન કરાવવામાં આવે છે ત્યાં ચાલુ વરસાદે મુશ્કેલી ભર્યા વાતાવરણમાં સાફ સફાઈ કરવામાં આવી હતી, દેવમોગરાએ ત્રણેય રાજ્યના આદિવાસી સમાજનું પૂજનીય સ્થાન છે અને ત્યાં આવતા દર્શનાર્થીઓ અને પ્રવાસીઓ દ્વારા ફેંકવામાં આવેલ કચરો જેવો કે પ્લાસ્ટિકની બેગ, ગ્લાસ, બોટલો, ગુટકા, મસાલા, પડીકા વગેરે દેવમોગરાની ગરિમાને ઠેશ પહોંચાડે છે. બધા જ આદિવાસી ભાઈ બહેનોએ પ્રતિકૂળ વાતાવરણમાં પણ હિંમત અને જુસ્સાથી આ સફાઈ અભિયાન ચાલું રાખ્યું હતું. 

  તદુપરાંત, સીમા ભગતે આ કાર્યની સુવાસ આદિવાસી સમાજમા ફેલાવતા અને સ્વચ્છતાને લઈ સંદેશ આપ્યો કે સમાજના લોકો આ અભિયાનમાં પોતાનું યોગદાન આપી દેવમોગરાને પહેલા જેવું સ્વચ્છ અને સુંદર બનાવામાં મદદ કરે. આદિવાસી સમાજ પ્રકૃતિના પૂજકો છે. પરંતુ પ્રકૃતિને સ્વચ્છ રાખવાની જવાબદારી સૌની છે, આ અભિયાનમાં દેવમોગરા ટ્રસ્ટ, દેવમોગરા સરપંચ અને દેવમોગરા આરોગ્ય કેન્દ્ર દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવ્યો હતો.


 

(12:37 AM IST)