તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Sunday, 7th July 2024
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના શહેરાવ ગામે વીજ કરંટ લાગતા ખેડૂતની 50 હજાર કિંમતની ભેંસ નું મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના શહેરાવ ગામે વીજ કરંટ લાગતા ખેડૂતની ભેંસનું મોત થયું હતું
પ્રાપ્ત વિગતો અનુસાર ખેડૂત વિરેન્દ્રસિંહ બળવંતસિંહ પરમાર( રહે.શહેરાવ પટેલ ફળીયુ, તા. નાંદોદ જી. નર્મદા )નાઓ પોતાના ઘરે હતા તે વખતે બપોરના આશરે બે વાગ્યાના અરસામાં વીજ થાંભલાથી તેમના ઘરમાં આવતો ઇલેક્ટ્રીક વાયર તુટી પડતા તેમના ઘરના લોખંડના બનાવેલ શેડ ઉપર પડતા તેનો કરંટ નીચે ઉતરતા તેની નીચે બાંધેલ ભેંસને કરંટ લાગતા તેનું સ્થળ ઉપર જ મોત થયું હતું. જે ભેંસની કિંમત રૂપિયા ૫૦,૦૦૦ ગણી શકાય ત્યારે તેમની આ ભેંસ સ્થળ પર મોતને ભેટતા તેમણે રાજપીપળા પોલીસ માં જાણ કરી છે.
(12:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
